સેન્સેક્સ-નિફ્ટી એ અત્યાર સુધીની ઊંચી સપાટી સ્પર્શી.

કેન્દ્રમાં નવી સરકાર રચાયા બાદ શેરબજાર માં તેજી જોવા મળી છે, આજે બુધવારે બજાર ગ્રીન સિગ્નલ પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે ૦૯.૨૫ વાગ્યે ૧૮૬.૦૮ પોઈન્ટના વધારા સાથે ૭૭૪૮૭.૨૨ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી પણ ૩૨.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૮૯.૯૫ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે બંને ઇન્ડેક્સ તેમની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.
નિફ્ટીમાં પાવર ગ્રીડ કોર્પ, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને ઇન્ડસઇન્ડ બેંક મોટા વધારા સાથે ખુલ્યા, જ્યારે ટાઇટન કંપની, શ્રીરામ ફાઇનાન્સ, હીરો મોટોકોર્પ, એલટીઆઇમિન્ડટ્રી અને એમએન્ડએમ નુકશાનમાં રહ્યા છે.
રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ અને ઓટો સૂચકાંકો ટ્રેડિંગ સેશન દરમિયાન સૌથી વધુ ધોવાણ જોવા મળ્યું, ત્યારબાદ PSU બેન્કો અને મેટલ ઇન્ડેક્સમાં પણ રોકાણકારો એ નાણાં ગુમાવ્યા. બેન્કો અને ફાઇનાન્શિયલ સર્વિસિસ વધારા સાથે ટ્રેડ થઇ રહી છે, જ્યારે IT, FMCG અને ફાર્મામાં ઘટાડો જોવા મળ્યો હતો.
Nvidia શેર્સમાં રેકોર્ડ વધારાને કારણે યુએસ બજારોમાં રેકોર્ડ ક્લોઝિંગ ગેઇન્સને કારણે એશિયન બજારો ગેઇન્સ સાથે ખુલ્યા હતા. જાપાનનો Nikkei ૨૨૫ ૦.૬૦ % વધીને ૩૮,૭૧૨ પર ટ્રેડ કરી રહ્યો હતો. કોરિયન ઇન્ડેક્સ કોસ્પી ૦.૯૬ % વધીને ૨,૭૯૦ પર હતો. એશિયા ડાઉ ૧.૪૪ % વધીને ૩,૫૪૨.૨૨ પર ટ્રેડ કરી રહ્યો હતો. હેંગસેંગ ૦.૧૧ % ઘટીને ૧૭,૯૧૬ પર ટ્રેડ કરી રહ્યો હતો. જયારે બેન્ચમાર્ક ચાઈનીઝ ઈન્ડેક્સ શાંઘાઈ કમ્પોઝિટ ૦.૧૩ % ઘટીને ૩,૦૨૬ પર હતો. NSE નિફ્ટી ૫૦ ૩૦.૩૫ પોઈન્ટ અથવા ૦.૧૩ % વધીને ૨૩,૫૮૮.૨૫ પર ખુલ્યો, જ્યારે BSE સેન્સેક્સ ૧૦૨.૦૨ પોઈન્ટ અથવા ૦.૧૩ % વધીને ૭૭,૪૦૩.૧૬ પર ખુલ્યો.