દિલ્હીમાં આબકરી નીતિ સબંધીત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને રાહત ફરીથી નસીબમાં નથી , અરવિંદ કેજરીવાલ અને વિનોદ ચૌહાણની ન્યાયિક કસ્ટડીને ૩ જુલાઇ સુધી રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા વધારી દેવામાં આવી છે. ન્યાયિક કસ્ટડી પૂર્ણ થયા બાદ બંનેને તિહાર જેલમાંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
દિલ્હી એક્સાઈઝ નીતિ કેસમાં EDના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે વિનોદ ચૌહાણને BRS નેતા કવિતાના પીએ દ્વારા ૨૫ કરોડ રૂપિયા મળ્યા હતા તો ગોવાની ચૂંટણીમાં પણ અભિષેક બોઈનપલ્લી દ્વારા પૈસા મળ્યા હતા. આ બાબતને લઈને મી મહિનાના અંતમાં તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને મે મહિનામાં તેમની EDએ ધરપકડ કરી હતી.
બુધવારે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી પૂર્ણ થયા બાદ આજે તેમને તિહાડ જેલથી વિડીયો કોન્ફરન્સમાં માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે કોર્ટે અરવિંદ કેજરીવાલને કોઈ રાહત આપી નથી અને તેની ન્યાયિક કસ્ટડીને આગામી ૩ જુલાઇ સુધી લંબાવી દેવામાં આવી છે. જો કે અહી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટમાં જણાવ્યું હતું કે સીબીઆઇની તપાસ દરમિયાન અરવિંદ કેજરીવાલે દારૂનીતિ કૌભાંડમાં ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ માંગી હોવાના પુરાવા છે.
કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારવા મામલે અરવિંદ કેજરીવાલના વકીલે કહ્યું હતું કે ન્યાયિક કસ્ટડીને ન્યાયોચિત કહેવા જેવુ કશું નથી. અમે આ ન્યાયિક કસ્ટડીનો વિરોધ કરી છીએ, અરવિંદ કેજરીવાલની ધરપકડને પહેલા જ પડકાર ફેંકવામાં આવ્યો છે અને આ મામલો સુપ્રીમમાં હાલ વિચારાધીન છે.