ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બારબાડોસના કેસિગ્ટન ઓવલમાં આજે ટી-૨૦ વર્લ્ડકપની ૪૩મી મેચ રમાશે. ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરી બંન્ને ટીમ સુપર ૮ ની મેચ રમશે. ભારતીય ટીમ ૪ માંથી ૩ મેચ જીતી હતી તો અફઘાનિસ્તાનને પણ ૩ મેચમાં જીત મળી હતી. તો અફઘાનિસ્તાનને ૩ મેચમાં જીત મળી હતી.
ભારત અને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ના સુપર ૮ માં આજે ટક્કર થશે.હવામાન વેબસાઇટ અનુસાર, સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦:૩૦ વાગ્યે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદની ૪૪ % સંભાવના છે.
બારબાડોસના મેદાન પર ૧૯ જૂનના રોજ વરસાદ જોવા મળ્યો હતો. તો એવું પણ ચર્ચા થઈ રહી છે કે, આ મેચમાં પણ વરસાદ જોવા મળી શકે છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થઈ તો કઈ ટીમને ફાયદો થશે અને કઈ ટીમને નુકસાન થશે. ચાલો જાણીએ.
તમને જણાવી દઈએ કે, ગ્રુપ સ્ટેજ પૂર્ણ થયા બાદ સુપર ૮ માં ૨ ગ્રુપમાં ટીમને વહેંચવામાં આવી છે. પહેલી મેચ ભારત અને અફઘાનિસ્તની મેચમાં જો વરસાદ આવ્યો તો બંન્ને ટીમને ૧-૧ અંક આપવામાં આવશે. પરંતુ જો મેચ રમાઈ તો ટીમ ઈન્ડિયાનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.
આ મેદાન પર અત્યારસુધી ૪૭ ટી-૨૦ મેચ રમાઈ છે જેમાં ૩૦ વખત પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. જ્યારે ૧૪ વખત ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. આ મેદાનની પીચ પર સ્કોર પહેલી ઈનિગ્સમાં ૧૩૮ છે તો બીજી ઈનિગ્સમાં ૧૨૫ થઈ જાય છે.
બંન્ને ટીમ વચ્ચે અત્યારસુધી ટી-૨૦માં કુલ ૮ મેચ રમાઈ છે.જેમાંથી ટીમ ઈન્ડિયાએ ૭ મેચમાં જીત મેળવી છે. એક મેચનું પરિણામ આવ્યું નથી.રોહિત શર્મા સૌથી ખતરનાક ઓપનરોમાંથી એક છે. આ ટી-૨૦ વર્લ્ડ કપમાં તેણે ત્રણ મેચમાં બેટિંગ કરી છે, જેમાં તે એક વખત રિટાયર હર્ટ થયો હતો અને બે વખત આઉટ થયો હતો.