હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ઇયરફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી સમય જતાં શ્રવણશક્તિને નુકસાન પહોંચી શકે છે.
ફેમસ પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિક ને તાજેતરમાં જ એક બીમારીનું નિદાન થયું હતું, તેણે સોશિયલ મીડિયા પર તેના નિદાનને જાહેર કરતા, લખ્યું કે “ખૂબ મોટેથી સંગીત અને હેડફોન” સાંભળવાથી મારી શ્રવણ શક્તિ ગુમાવી છે. હું ખૂબ જ જોરથી મ્યુઝિક અને હેડફોન્સ સાંભળવા અંગે ચેતવું છું.હું મારા વ્યાવસાયિક જીવનના સ્વાસ્થ્ય જોખમોને શેર કરવા માંગુ છું.”

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ઇયરફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી સમય જતાં શ્રવણશક્તિને નુકસાન પહોંચી શકે છે. તમારા શ્રવણશક્તિને સુરક્ષિત રાખવા માટે સુરક્ષિત સાંભળવાની ટેવ પાડવી જરૂરી છે. સંગીત સાંભળવું અથવા વધારે વોલ્યુમમાં અન્ય ઑડિઓ કોન્ટેન્ટ કાનના વાળના કોષોને નુકસાન પહોંચાડી શકે છે, જે સાંભળવા માટે નિર્ણાયક છે. એકવાર આ કોષો ક્ષતિગ્રસ્ત થઈ જાય પછી, તે કાયમી સાંભળવાની ખોટ રહી જાય છે.
એક્સપર્ટ અનુસાર, ૮૫ ડીબીથી ઉપરના અવાજ માટે એક્સપોઝર સમય મર્યાદિત કરવાની ભલામણ કરવામાં આવે છે. લોકો જ્યારે મોટા અવાજ (જેમ કે સંગીત, કોન્સર્ટ, ફિટનેસ ક્લાસ વગેરે) સાંભળતા હોય ત્યારે વારંવાર વિરામ લેવો જોઈએ. મોટા અવાજોના સંપર્કમાં આવ્યા પછી કાનને સ્વસ્થ થવા માટે જરૂરી સમય આપવા માટે આ મહત્વપૂર્ણ છે.
મોટા અવાજોના સંપર્કમાં ઘટાડો કરવા માટે ૬૦/૬૦ નિયમનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. આ ૬૦ મિનિટ માટે ૬૦ dB અવાજના સંપર્કના સિદ્ધાંત પર આધારિત છે.
શું તમને બહેરાશ આવવાની શક્યતા વધુ છે?
કેટલાક લોકોને લાંબા સમય સુધી ઈયરફોનનો ઉપયોગ કરવાથી બહેરાશ આવવાનું જોખમ અન્ય લોકો કરતા વધુ હોય છે. આનુવંશિકતા જેવા પરિબળો સેન્સિટિવિટીમાં વધારો કરી શકે છે. એક્સપર્ટે જણાવ્યું હતું કે યન્ગસ્ટર્સ કે જેઓ હાઈ વોલ્યુમમાં ઇયરફોનનો ઉપયોગ લાંબા સમય સુધી કરે છે તો વધુ જોખમ હોય છે. બહેરાશ આવવાના જોખમને ઘટાડવા માટે દરેક વ્યક્તિએ તેમની શ્રવણ શક્તિનું ધ્યાન રાખવું જરૂરી છે.
શું ધ્યાન રાખી શકાય ?
સ્વસ્થ કાન માટે લોકોએ તેમની રૂટિનમાં કસરતનો સમાવેશ કરવો જોઈએ કારણ કે તે કાન સહિત સમગ્ર શરીરમાં લોહીનું પમ્પિંગ રાખે છે તે પરિણામે કાનના આંતરિક ભાગોને સ્વસ્થ રાખે છે.
- સતત હેડફોનનો ઉપયોગ કરવાનું ટાળો અને નિયમિત વિરામ લો.
- પાર્ટીઓ, કોન્સર્ટ અને સ્પોર્ટ્સ કાર્યક્રમ દરમિયાન લાઉડસ્પીકરની નજીક જવાનું ટાળો.
- શરદી હોય તો ફ્લાઇટમાં જશો નહીં કારણ કે તેનાથી કાનનો બેરોટ્રોમા થઈ શકે છે. જો જવું જરૂરી હોય, તો સલાહ માટે ENT નિષ્ણાતની મુલાકાત લો.
- વધારે ઘોંઘાટવાળા વાતાવરણમાં કામ કરતી વ્યક્તિએ (જેમ કે ફેક્ટરીનો અવાજ) ઉદ્યોગ દ્વારા ભલામણ કરેલ કાન પ્રોટેકશન ડિવાઇસ પહેરવા જોઈએ.
- હાઈ -ડેસિબલ અવાજના સંપર્કમાં કામચલાઉ અને કાયમી બંને રીતે સાંભળવાની ખોટ થઈ શકે છે, તેથી નિયમિત શ્રવણ શક્તિ ટેસ્ટ આવશ્યક છે.
- તમારા બ્લડ પ્રેશર અને બ્લડ સુગરનું લેવલ સામાન્ય સિરીઝમાં જાળવો. આને અવગણવાથી બહેરાશમાં ઝડપથી વધારો થઈ શકે છે.
- પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર તાજા ફળો અને શાકભાજીનું સેવન કરો. હેલ્ધી લાઇફસ્ટાઇલ કાનના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
- ધૂમ્રપાન, વેપિંગ, હુક્કા, આલ્કોહોલ અને ડ્રગ્સ ટાળો કારણ કે તે બહેરાશને વેગ આપે છે.