ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવાયાં છે.
ચાર વર્ષથી વધુ સમય સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાજપનું નેતૃત્વ કર્યા પછી, જેપી નડ્ડા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રીમંડળમાં પાછા ફર્યા છે. કેબિનેટ મંત્રી તરીકે શપથ લેતાની સાથે જ તેઓ હિમાચલ પ્રદેશના ભાજપના નેતૃત્વવાળી સરકારમાં એકમાત્ર પ્રતિનિધિ બન્યા.
નડ્ડા આરોગ્ય મંત્રી
મોદી સરકારે જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલયનો હવાલો આપ્યો છે. આ પહેલા મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ તેઓ હેલ્થ આરોગ્ય મંત્રી હતા. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન તરીકે પણ સેવા આપી હતી.
ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ
જેપી નડ્ડા ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ છે તાજેતરમાં તેઓ ગુજરાતમાંથી ચૂંટાઈને રાજ્યસભા પહોંચ્યાં હતા.