હેર ઓઈલ અને હેર સીરમ વાળને લાંબા અને સુંદર રાખવા માટેની હેર પ્રોડક્ટ છે. બંન હેર પ્રોડક્ટના અલગ અલગ ફાયદા છે. તમારે બંનેમાંથી કઇ હેર પ્રોડક્ટ વાપરતી તે તમારા વાળ પર આધાર રાખે છે.
વાળ દરેક વ્યક્તિની સંપૂર્ણ પર્સનાલિટીન એક અભિન્ન અંગ છે. લાંબા, જાડા અને સુંદર કાળા વાળ માટે લોકો જાત જાતના નુસખા અપનાવે છે. વાળને હેલ્ધી, ગાઢ અને ચમકદાર બનાવવા માટે આજે બજારમાં અનેક પ્રકારની પ્રોડક્ટ ઉપલબ્ધ છે. જો કે, હેર સીરમ અને હેર ઓઇલ સૌથી વધુ વેચાતી હેર પ્રોડક્ટ્સ છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંનેમાંથી તમારા વાળ માટે કયું બેસ્ટ છે? જો નહીં, તો અહીં અમે આ પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.
ચાલો આપણે વિગતવાર સમજીએ કે વાળના સ્વાસ્થ્ય માટે હેર સીરમ કે હેર ઓઇલ બંને માંથી કઇ હેર પ્રોડક્ટ્સ સૌથી વધુ ફાયદાકારક હોઈ શકે છે.
હેર સીરમ
સૌથી પહેલા વાત કરીએ હેર સીરમની. હેર સીરમ ખરેખર તમારા વાળ પર સિલિકોન-બેઝ્ડ પ્રોટેક્શન જેમકામ કરે છે. તે તમારા વાળને ચમક આપે છે અને વાળને સિલ્કી બનાવે છે, જેથી તે વાળ ગુંચવાઈ ન જાય.
હેર સીરમ લગાવવાના ફાયદા
- ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સમાં પ્રકાશિત એક સંશોધનના પરિણામો સૂચવે છે કે હેર સીરમનો ઉપયોગ પર્યાપ્ત હાઇડ્રેશન જાળવવામાં અસર દર્શાવી શકે છે, તેમજ ડ્યૂમિડિટી અને ફ્રિઝને શ્રેષ્ઠ રીતે નિયંત્રિત કરી શકે છે.
- હેર સીરમ વાળના ફોલિકલ્સ અને સ્કેલ્પને જરૂરી પોષક તત્વો અને હાઇડ્રેશન પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
- હેર સીરમમાં એવા પદાર્થો હોય છે જે વાળના મૂળને મજબૂત બનાવે છે, ગરમીથી થતા નુકસાનને ઘટાડે છે, વાળ બેમોં થતા અટકાવે છે અને મજબૂત, તંદુરસ્ત વાળને પ્રોત્સાહિત કરે છે.
- ઉપરાંત વાળ પર હેર સીરમનો ઉપયોગ હાનિકારક યુવી કિરણોથી થતા નુકસાનને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. હેર સીરમમાં ઘણીવાર એન્ટિઓક્સિડન્ટ્સ અને યુવી ફિલ્ટર્સ હોય છે, જે વાળ સમય પહેલા સફેદ થવાથી બચાવવામાં પણ અસરકારક રહી શકે છે.
હેર ઓઈલ
હવે વાત કરીએ હેર ઓઇલની તો તે માથાની ખોપરીની અંદર જઇ વાળને પોષણ આપવાનું કામ કરે છે. હેર ઓઈલ વાળને મજબૂત બનાવે છે, ભેજ જાળવી રાખે છે અને ખોપરી ઉપરની ચામડીને પોષણ આપે છે અને શુષ્કતા ઘટાડે છે, જેના પરિણામે વાળ નરમ અને તંદુરસ્ત બને છે.
હેર ઓઇલ લગાવવાના લાભ
- ભૃંગરાજ અને આમળા જેવા તેલ ખોપરીની ઉપરની ચામડીને મહત્વપૂર્ણ પોષક તત્વો પ્રદાન કરીને વાળ વધવામાં મદદ કરે છે.
- હેર ઓઇલનો ઉપયોગ કરવાથી વાળના મૂળને પોષણ મળે છે, મસ્તકમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને તંદુરસ્ત વિકાસને પ્રોત્સાહન મળે છે.
- હેર ઓઇલમાં એન્ટીફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે, જે ખોપરીની ચામડીની સમસ્યાઓ જેવી કે ડેન્ડ્રફ, ખંજવાળ અને ચેપની સારવારમાં મદદ કરી શકે છે.
- ઉપરાંત હેર તેલ વાળના કટિકલ્સની આસપાસ એક રક્ષણાત્મક સ્તર બનાવે છે, જેનાથી તમારા વાળમાં કુદરતી ભેજ જળવાઈ રહે છે. તેનાથી વાળ વધારે પડતા ડ્રાય નથી લાગતા.
હેર ઓઈલ કે હેર સીરમ બંને માંથી શું શ્રેષ્ઠ છે?
જે તમારા માટે હેર ઓઇલ કે હેર સીરમ બંને માંથી વધુ શ્રેષ્ઠ શું છે, આ બાબત તમારા વાળના પ્રકાર પર આધાર રાખે છે. સરળ ભાષામાં કહીએ તો જો તમારા વાળ શુષ્ક અને વધુ ખરબચડા હોય તો ઊંડા પોષણ માટે તમે હેર ઓઇલનો ઉપયોગ કરી શકો છો. સાથે જ જો તમે હેરને લાઇટ રાખતા વાળને ચમકદાર અને સિલ્કી બનાવવા માંગો છો તો તમે હેર સીરમનો ઉપયોગ કરી શકો છો.
ઉપરાંત તમે અઠવાડિયામાં એક વાર શેમ્પૂ પહેલા હેર ઓઇલ વડે વાળની મસાજ કરી શકો છો, સાથે જ શેમ્પૂ બાદ હેર સીરમનો ઉપયોગ પણ કરી શકાય છો.