અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અમદાવાદીઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ વરસાદે સોમવારે મોડી રાત્રે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અડધીરાત્રે કડાકાભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. સોમવાર મોડી રાત્રે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, ભારે વરસાદના પગલે ગરમીમાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા.
અમદાવાદમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
સમગ્ર અમદાવાદમાં સોમવારે મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અડધી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદમાં પૂર્વ અને પશ્વિમ બંને સેક્ટરમાં ભારે વરસાદ પડ્યો હતો. પૂર્વની વાત કરીએ તો નરોડા, ઓઢવ, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, અમરાઈવાડી, મણિનગર, રામોલ, અસારવા, કોટ વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત અમદાવાદના પશ્વિમ વિસ્તારની વાત કરીએ તો સેટેલાઈટ, વસ્ત્રાપુર, સોલા, સાયન્સ સીટી, જોધપુર, શ્યામલ, વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા, નવરંગપુરા, આશ્રમ રોડ, વાડજ, રાણિપ, એસજી હાઈવે, વૈષ્ણોવદેવી સર્કલ,ગોતા, ચાંદલોડિયા સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
અમદાવાદમાં સોમવારે મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાના કારણ લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે બીજીતરફ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના પગલે લોકોએ રાતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આજે પણ પડશે જોરદાર વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે ૨૫ જૂન ૨૦૨૪, મંગળવારના રોજ અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયેલો રહેશે. આજે પણ સમગ્ર અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડશે. હવે અમદાવાદીઓને ગરમીમાં શેકાવું નહીં પડે. આગામી ત્રણ દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.