ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું.
ICC મેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્તાને સુપર-૮ ની મેચમાં બાંગ્લાદેશની ટીમને આઠ વિકેટ હરાવીને સમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની સેમિ ફાઈનલ રમવાની આશા પર પાણી ફેરવી દીધું છે.
ICC મેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માં સુપર-૮ ની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને ૮ રને હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
૨૭ મીએ અફઘાનિસ્તાન ત્રિનિદાદમાં સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. બાંગ્લાદેશને આ મેચ જીતવા માટે ૧૧૪ (DLS)નો ટાર્ગેટ હતો. પરંતુ નવીન ઉલ હકે સતત ૨ વિકેટ ઝડપીને મેચ અફઘાન ટીમની તરફેણમાં ફેરવી દીધી હતી. આ જ મેચમાં કેપ્ટન રાશિદ ખાને ૪ વિકેટ ઝડપીને બાંગ્લાદેશની કમર તોડી નાખી હતી.
અફઘાનિસ્તાન સેમીફાઇનલમાં પહોંચ્યું
ટી-૨૦ વર્લ્ડકપમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાને બાજી મારી હતી. બાંગ્લાદેશની ટીમે ઓલઆઉટ કરીને અફઘાનિસ્તાનની મેચે ઈતિહાસ રચીને શાનદાર જીત મેળવી હતી. હવે સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનની ટક્કર સાઉથ આફ્રિકા સામે થશે. જ્યારે બીજી સેમીફાઇનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે.