લોકસભા સ્પીકર ચૂંટણી ૨૦૨૪: ઓમ બિરલા ધ્વનિ મતથી ચૂંટાયા, NDAની મોટી જીત, વિપક્ષને ઝટકો.
લોકસભા અધ્યક્ષ પદ માટે આજે સંસદમાં ચૂંટણી યોજાઈ છે. એક તરફ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ ઓમ બિરલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A.એ કેરળના મવેલિકારાથી ૮ વખતના સાંસદ કોડીકુન્નીલ સુરેશને મેદાનમાં ઉતાર્યા છે.
લોકસભા સ્પીકર તરીકે વરણી થયા બાદ ઓમ બિરલાને ગૃહના લીડર વડાપ્રધાન મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સ્પીકરના આસન સુધી લઈ ગયા હતા. ઓમ બિરલાના આસન સુધી પહોંચતા જ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ ઊભા થઈ ગયા અને તેમણે કહ્યું – હવે આ તમારું આસન છે અને તમે જ સંભાળો.
લોકસભા સ્પીકર તરીકે વરણી થયા બાદ ઓમ બિરલાને ગૃહના લીડર વડાપ્રધાન મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સ્પીકરના આસન સુધી લઈ ગયા હતા. ઓમ બિરલાના આસન સુધી પહોંચતા જ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ ઊભા થઈ ગયા અને તેમણે કહ્યું – હવે આ તમારું આસન છે અને તમે જ સંભાળો.

૧૧:૧૦
ધ્વનિમતથી NDAના ઉમેદવારની લોકસભા સ્પીકર પદ માટે પસંદગી કરી લેવામાં આવી છે. ફરી એકવાર ઓમ બિરલા લોકસભાના સ્પીકર બની ગયા છે.
૧૧:૦૫
વડાપ્રધાન મોદીએ સ્પીકર માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો
વડાપ્રધાન મોદીએ સ્પીકર પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેનું સમર્થન કર્યું. લલન સિંહ પણ ઓમ બિરલાના નામના પ્રસ્તાવક બન્યાં. ડૉક્ટર રાજકુમાર સાંગવાને આ પ્રસ્તાવને ટેકો જાહેર કર્યો.
૧૧:૦૪
I.N.D.I.A. ગઠબંધન તરફથી કે. સુરેશ માટે કોણ પ્રસ્તાવક બન્યા?
૧. પ્રથમ પ્રસ્તાવક અરવિંદ સાવંત
૨. બીજા પ્રસ્તાવક આનંદ બધોરિયા
૩. ત્રીજા પ્રસ્તાવક સુપ્રિયા સુલે
કોણ કરશે સમર્થન?
૧. એનકે પરમચંદ્રન
૨. તારિક અનવર
૩. કનિમોઝી
૧૧:૦૦
મમતા બેનરજીની પાર્ટી I.N.D.I.A ગઠબંધનને કરશે સમર્થન
વિપક્ષના ગઠબંધન I.N.D.I.A.ને હવે લોકસભા સ્પીકરના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન મળતું દેખાય છે. એવા અહેવાલ છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સમર્થન માટે મનાવી લીધા છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ભાજપે આ અંગે TMC સુપ્રીમો સાથે પણ વાત કરી હતી. અગાઉ ટીએમસીએ સ્પીકર ઉમેદવાર તરીકે કે.સુરેશની ‘એકતરફી પસંદગી’ પર નારાજગી વ્યક્ત કરી હતી.
૫૪૨ સાંસદો કરશે વોટિંગ
૫૪૩ સભ્યોની લોકસભામાં હાલમાં ૫૪૨ સાંસદો છે કારણ કે કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી છે. ૨૯૩ સાંસદો સાથે NDA પાસે ગૃહમાં સ્પષ્ટ બહુમતી છે. જ્યારે I.N.D.I.A. ગઠબંધન પાસે ૨૩૩ સાંસદો છે. જ્યારે અન્ય પક્ષો જે NDA કે I.N.D.I.A.નો ભાગ નથી તેમના 16 સાંસદો છે. જેમાં કેટલાક અપક્ષોનો પણ સમાવેશ થાય છે. જો આ ૧૬ સાંસદો I.N.D.I.A.ના ઉમેદવારને સમર્થન આપે તો પણ તેની સંખ્યા ૨૪૯ સુધી પહોંચી શકશે. જ્યારે ચૂંટણી જીતવા માટે ૨૭૧ વોટની જરૂર પડશે.