ચોખા ખાવાથી તમને ક્યારેક ખાંસી કે ઉધરસ આવી છે? હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ‘ચોખાનું સેવન વ્યાપકપણે કરવામાં આવે છે.

ચોખા કાર્બોહાઇડ્રેટ્સ મુખ્ય સ્ત્રોત છે જે શરીરને ઉર્જા અને તૃપ્તિ આપે છે. પરંતુ ઘણા લોકોને માત્ર ઠંડુ પાણી અને દહીંથી જ નહીં પણ ચોખાથી કફ થાય છે, તેથી તેઓ ચોખા ખાવાનું ટાળે છે. પરંતુ શું ચોખા ખરેખર કફ થવાનું કારણ હોઈ શકે?
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ‘ચોખા વ્યાપકપણે માનવામાં આવે છે એમ ખાંસીનું કારણ નથી. ચોખાએ ખોરાકનો સારો સ્ત્રોત છે. તેનાથી ખાંસી થતી નથી. ચોખાથી કોઈ એલર્જી થતી નથી, જયારે ઘઉંથી કેટલાકને ગ્લુટેન એલર્જીનું કારણ બની શકે છે.’

પલ્મોનોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, ‘ચોખા ખાંસીનું કારણ નથી. જો કે, કેટલાક કિસ્સાઓમાં તે ચોક્કસ કારણોસર ઉધરસ સાથે સંકળાયેલ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો ચોખા અયોગ્ય રીતે રાંધવામાં આવે છે અથવા તેમાં દૂષકો હોય છે, તો તે ગળામાં બળતરા કરી શકે છે. જમતી વખતે કે રાંધતી વખતે ચોખાના ઝીણા કણો શ્વાસમાં લેવાથી પણ ઉધરસ થઈ શકે છે.’
આ ઉપરાંત વ્યક્તિની ખાવાની આદતો પર આધારિત છે, જેમ કે કોઈ ભાત ખૂબ ઝડપથી ખાય છે અથવા જો ગળામાં અટવાઇ જાય, તો ઉધરસનું કારણ બની શકે છે. સામાન્ય રીતે, આવા કિસ્સાઓ ખુબજ ઓછા જોવા મળે છે અને મોટાભાગના લોકો માટે ચોખાને સલામત ખોરાક માનવામાં આવે છે.’
એક્સપર્ટએ કહ્યું કે, ચોખા ધીમે ધીમે ચાવવાની જરૂર છે. તેને શરદી અને ઉધરસ સાથે કોઈ લેવાદેવા નથી. જો તમને પહેલાથી જ ઉધરસ છે, તો તમારે સારી રીતે ગરમ પાણીના કોગળા કરીને તમારા ગળાને સાફ કરવાની જરૂર છે. ચોખાથી ઉધરસ થઈ શકતી નથી.
બીજું શું ધ્યાનમાં રાખવું?
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, બીમારી દરમિયાન ચોખા ખાવાથી ગળાના દુખાવામાં રાહત થાય છે. તે સોફ્ટ હોય છે તેથી ગળી જવામાં સરળ છે અને પોષણ પૂરું પાડે છે. તેને ડાયરેક્ટ ગળી જવાને બદલે તમારે ફક્ત ધીમે ધીમે ખાવાનું અને ચાવવું હોય છે.