અફઘાનિસ્તાને સુપર ૮ સ્ટેજમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે પ્રભાવશાળી જીત મેળવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો. બીજી તરફ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં દક્ષિણ આફ્રિકા હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી.
આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની પ્રથમ સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાન ને ૯ વિકેટથી હરાવી પ્રથમ વખત ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાનને પ્રથમ બેટીંગ લેતાં માત્ર ૫૬ રનમાં ઓલ આઉટ થયું હતું. જે ટારગેટ દક્ષિણ આફ્રિકાએ માત્ર ૮.૫ ઓવરમાં પૂર્ણ કર્યો હતો.
દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચી ગયું
સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલની જિન્ક્સ તોડીને પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. સેમિફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ માત્ર ૫૬ રન બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્યાંક ૮.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાનની સફર અહીં પૂરી થઈ હતી, જેણે મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાને સુપર ૮ સ્ટેજમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે પ્રભાવશાળી જીત મેળવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો. બીજી તરફ ટી -૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં દક્ષિણ આફ્રિકા હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી ન હતું અને સેમી ફાઇનલ પણ જીતી બતાવી.
દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન પ્લેઇંગ ઇલેવન
દક્ષિણ આફ્રિકા : ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, ઓટ્ટનીલ બાર્ટમેન, એનરિચ નોર્ટજે.
અફઘાનિસ્તાન : રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નાયબ, મોહમ્મદ નબી, કરીમ જનાત, રાશિદ ખાન (કેપ્ટન), નાંગેલિયા ખરોતી, નૂર અહમદ, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.