ઈસરોના પ્રમુખે કર્યું મોટું એલાન

ચંદ્રયાન-૪ અંગેનો પ્લાન સામે આવ્યો.

ISRO working on 1,500 new technology areas': Chairman S. Somanath - The Week

ઈસરો પહેલીવાર એવો પ્રયોગ કરવા જઈ રહ્યું છે જે કદાચ ક્યારેય ન થયું હોય. ચંદ્રયાન-૪ ને અંતરિક્ષમાં ટુકડામાં મોકલવામાં આવશે. ત્યારબાદ તેને સ્પેસમાં જ જોડવામાં આવશે. આ એલાન ઈસરોના પ્રમુખ ડો. એસ. સોમનાથે એક ઈન્ટરવ્યૂમાં કર્યો છે. તેમણે કહ્યું કે, આ મિશન દ્વારા ઈસરો ચંદ્ર પરથી સેમ્પલ લઈને ધરતી પર પરત આવશે. 

Meet S Somnath, Rocket Scientist Who Has Been Appointed As New ISRO Chief

ઈસરો પ્રમુખે કહ્યું કે, ચંદ્રયાન-૪ એક વખતમા લોન્ચ નહીં થશે. ચંદ્રયાન-૪ના પાર્ટસને બે વખતમાં અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ ચંદ્ર તરફ જતા ચંદ્રયાન-૪ ના પાર્ટસને અંતરિક્ષમાં જ જોડવામાં આવશે. એટલે કે અસેમ્બલ કરવામાં આવશે. તેનો એ ફાયદો થશે કે, ઈસરો ભવિષ્યમાં પોતાનું સ્પેસ સ્ટેશન આવી જ રીતે જોડીને બનાવશે. એટલે કે, સ્પેસમાં ચંદ્રયાન-૪ અને તેના પાર્ટસને જોડીને ઈસરો એ ટેક્નોલોજી અને ક્ષમતા પણ હાંસલ કરી લેશે કે, તે ભવિષ્યમાં સ્પેસ સ્ટેશન પણ બનાવી લે. એટલા માટે ચંદ્રયાન-૪ મિશન ખૂબ જ જરૂરી છે. સોમનાથે કહ્યું કે, એ જરૂરી નથી કે, આ કામ દુનિયામાં પહેલા નથી થયું. પરંતુ ઈસરો આવો પ્રયોગ પહેલી વાર કરશે.

ડો. એસ. સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-૪ માટે તમામ પ્લાનિંગ થઈ ચૂકી છે. તેને કેવી રીતે લોન્ચ કરીશું? કયો પાર્ટસ ક્યારે લોન્ચ થશે? ત્યારબાદ તેને સ્પેસમાં કેવી રીતે જોડવામાં આવશે? પછી તેને કેવી રીતે ચંદ્ર પર ઉતારવામાં આવશે? કયો પાર્ટ ત્યાં જ રહેશે? કયો પાર્ટ સેમ્પલ લઈને ભારત પરત આવશે? અનેક લોન્ચિંગ એટલા માટે કરવી પડશે કારણ કે, અમારી પાસે હજું એટલું શક્તિશાળી રોકેટ નથી જે ચંદ્રયાન-4ને એક જ વખતમાં લોન્ચ કરી શકે.

ઈસરો પ્રમુખે કહ્યું કે, અમારી પાસે ડોકિંગ એટલે કે, સ્પેસક્રાફ્ટના પાર્ટસને જોડવાની ટેક્નોલોજી છે. આ કામ પૃથ્વી કે અંતરિક્ષ અથવા તો ચંદ્રમાના અંતરિક્ષ બંને સ્થળો પર કરી શકાય છે. એટલે કે, પૃથ્વી પર પણ અને ચંદ્ર પર પણ. અમે અમારી આ ટેક્નોલોજીને ડેવલપ કરી રહ્યા છે. ડોકિંગ ટેક્નોલોજીના પ્રદર્શન માટે ઈસરો આ વર્ષના અંત સુધીમાં SPADEX મિશન મોકલશે.

ચંદ્ર પર મિશન પૂર્ણ કર્યા પછી પૃથ્વી પર પાછા ફરતી વખતે ડોકીંગ મેન્યૂવર કરવું એર રૂટિન પ્રક્રિયા છે. આ કામ અમે પહેલા પણ કરી ચૂક્યા છે. ચંદ્રયાનનાઅલગ-અલગ મિશનમાં વિશ્વ આ જોઈ ચૂક્યુ છે. અમે એક સ્પેસક્રાફ્ટના કેટલાક ભાગોને ચંદ્ર પર ઉતાર્યા જ્યારે એક ભાગ ચંદ્રની ચારે બાજુ ચક્કર લગાવતો રહ્યો. આ વખતે અમે તેને જોડવાનું કામ કરી બતાવીશું. પરંતુ આ વખતે અમે પૃથ્વીની ઓર્બિટમાં ચંદ્રયાન-4ના બે મોડ્યુલને જોડવાનું કામ કરીશું.

૨૦૩૫માં બની જશે ભારતીય સ્પેસ સ્ટેશન: આ રીતે થશે કામ

તેમણે જણાવ્યું કે, ચંદ્રયાન-૪ના રિવ્યૂ, ખર્ચ, ડિટેલ સ્ટડી થઈ ચૂકી છે. સરકાર પાસે અપ્રૂવલ માટે મોકલવામાં આવ્યું છે. આ સરકાર અને ઈસરોના વિઝન ૨૦૪૭ નો હિસ્સો છે. ISROએ પ્રયાસમાં છે કે, 2035 સુધી ભારતીય સ્પેસ સ્ટેશન બનીવી લે. ૨૦૪૦ સુધીમાં ભારતીયોને ચંદ્ર પર મોકલી શકાય અને એ પણ પોતાની ટેક્નોલોજી અને ક્ષમતાથી.

પાંચ અલગ-અલગ પાર્ટસને જોડીને બનશે ભારતીય સ્પેસ સ્ટેશન

ભારતીય સ્પેસ સ્ટેશનને અનેક ટુકડાઓમાં લોન્ચ કરીને અંતરિક્ષમાં જ જોડવામાં આવશે. તેના પહેલો પાર્ટ LVM૩ રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આશા છે કે તેનું પ્રથમ લોન્ચિંગ 2028 માં થશે. આ માટે અલગથી પ્રપોઝલ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેને સરકાર પાસે અપ્રૂવલ માટે મોકલવામાં આવશે. ભારતીય સ્પેસ સ્ટેશન પાંચ અલગ-અલગ પાર્ટસને જોડીને બનાવવામાં આવશે. જેના પર આપણા વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *