એનઇઇટી યુજી પરીક્ષા ૨૩ જૂન યોજાવાની હતી જો કે પેપર લીકની આશંકાએ પરીક્ષા મૌકૂફ રાખવામાં આવી હતી. હવે ટુંક સમયમાં પરીક્ષાની નવી જાહેર થઇ શકે છે.

એનઇઇટી અને યુજી પરીક્ષા પણ હવે પેન- પેપરના બદલે ઓનલાઈન યોજવા કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. NEET-UG પરીક્ષાની પ્રામાણિકતા અંગેના વિવાદને પગલે વરિષ્ઠ અધિકારીઓએ ધ સન્ડે એક્સપ્રેસને જણાવ્યું હતું કે, કેન્દ્ર આગામી વર્ષથી એનઈઈટી – યુજી પરીક્ષા ઓનલાઈન યોજવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે. દેશવ્યાપી વિરોધ, એક ડઝનથી વધુ ધરપકડો, સીબીઆઈ તપાસ, ઘણી કોર્ટ સુનાવણી – અને હવે સંસદમાં વિવાદના પગલે આ પરીક્ષાની નિક્ષપતા અને પ્રામાણિકતા ખરડાઇ છે.
હાલમાં, NEET પરીક્ષા વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે, તેમા પેન અને પેપર વડે MCQ લેખિત પરીક્ષા છે – જ્યાં ઉમેદવારોએ આપેલા વિકલ્પોમાંથી તેમનો જવાબ પસંદ કરવાનો હોય છે અને તેને ઓપ્ટીકલી સ્કેન કરેલી OMR શીટ પર ચિહ્નિત કરવાનો હોય છે.
નીટ પીજી પરીક્ષા ૨૦૨૪ની નવી તારીખની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. હકીકતમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (એનબીઈ)ના ચેરમેન ડો.અભિજાત શેઠે કહ્યું કે, નવી તારીખ આગામી સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એનબીઇના પ્રમુખે જણાવ્યું હતું કે, નીટ પીજીની તારીખ આગામી સપ્તાહના અંત પહેલાં કરવામાં આવશે. નીટ પીજીની પરીક્ષા ૨૩ જૂને યોજાવાની હતી, પરંતુ થોડા કલાકો પહેલા જ તેને ૨૨ જૂન સુધી મૌકુફ રાખવામાં આવી હતી.
NEET પરીક્ષા પ્રક્રિયા આગામી ૨ મહિનામાં પૂર્ણ થશે
એનબીઇના પ્રમુખ અભિજાત શેઠે કહ્યું છે કે નીટ પીજીની નવી તારીખ શિક્ષણ મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહી છે. તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રાલય સાથે એક યોજના પર ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ મંજૂરીની રાહ જોવાઇ રહી છે. ત્યાંથી મંજૂરી મળતાની સાથે જ નવી તારીખ જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું, અમને આશા છે કે પરીક્ષાની સંપૂર્ણ પ્રક્રિયા આગામી બે મહિનામાં પૂર્ણ થઈ જશે.
નીટ પીજીની પરીક્ષા કેમ મોકૂફ રાખવામાં આવી?
તમને જણાવી દઈએ કે નીટ પીજી પરીક્ષા થોડા કલાકો પહેલા જ મુલતવી રાખવામાં આવી હતી. આ પેપર ૨૩ જૂને યોજાવાની હતી અને 22 જૂને સરકાર દ્વારા મૌકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. અભિજાત શેઠે પરીક્ષા મોકૂફ રાખવાના કારણ અંગે વાત કરતા જણાવ્યું હતું કે,પેપર લીક કે અન્ય કોઇ પ્રકારની ગેરરીતિને કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી ન હતી. તેમણે કહ્યું હતું કે પરીક્ષા એટલા માટે મુલતવી રાખવામાં આવી હતી કારણ કે શિક્ષણ મંત્રાલય આ પરીક્ષા પૂરી તાકાતથી લેવા માંગતું હતું, કોઈ પણ ભોગે અમે પ્રક્રિયાને નબળી પાડવા માંગતા ન હતા.
નીટ પીજી લીક શક્ય નથી: એનબીઇ ચીફ
એનબીઇના વડાએ કહ્યું કે એનટીએ પહેલાથી જ ઘણી પરીક્ષાઓ રદ કરી ચૂક્યું છે તેથી પરીક્ષા ખૂબ સંવેદનશીલ હતી. નીટ પીજી પેપર લીક શક્ય નથી કારણ કે અમારી પરીક્ષા કમ્પ્યુટર-આધારિત પરીક્ષા (સીબીટી) ફોર્મેટમાં યોજાવાની હતી. જેનો અર્થ એ થયો કે બધું જ ઓનલાઇન હતું. પ્રશ્નપત્રો ક્યાંય છપાયા ન હોય તો લીક થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જો કે હજુ પણ કેટલાક તોફાની તત્વો એવા છે કે જેઓ તંગ પરિસ્થિતિનો લાભ લઇ શક્યા હોત અને વિદ્યાર્થીઓને ચોક્કસ રકમની માંગણી કરીને પાસ થવા જણાવ્યું હતું.