રિલાયન્સ જિયો અને એરટેલના તમામ પ્લાન આજથી મોંઘા

રિલાયન્સ જિયોના પ્લાન આજથી મોંઘા થઈ રહ્યા છે અને હવે ગ્રાહકોએ રિચાર્જ માટે પહેલા કરતા ૧૨% થી ૨૫% વધુ ખર્ચ કરવો પડશે. સાથે જ એરટેલના પ્લાન આજથી મોંઘા થઈ ગયા છે અને આવતીકાલથી VIના પ્લાન મોંઘા થઈ જશે.

R JAYANT on LinkedIn: #dataanalytics #continuouslearning #growthmindset  #knowledgesharing

Airtel reveals new global identity | Advertising | Campaign India

રિલાયન્સ જિયો અને એરટેલના પ્લાન આજથી મોંઘા થઈ ગયા છે. રિલાયન્સ જિયોના પ્રીપેડ, ટોપઅપ અને પોસ્ટપેડ પ્લાન સહિત ૧૯ પ્લાનના રેટ આજથી વધ્યા છે. જિયોનો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન હવે ૧૫૫ રૂપિયાને બદલે ૧૮૯ રૂપિયામાં મળશે. એરટેલે તમામ પ્લાન પર ૧૦-૨૧ % નો વધારો કર્યો છે. આવતીકાલ ૪ જુલાઈથી વોડાફોન આઈડિયાના પ્લાન મોંઘા થઈ જશે.

રિલાયન્સ જિયોના પ્લાન આજથી મોંઘા થઈ રહ્યા છે અને હવે ગ્રાહકોએ રિચાર્જ માટે પહેલા કરતા ૧૨% થી ૨૫% વધુ ખર્ચ કરવો પડશે. કંપનીએ ગયા અઠવાડિયે પ્લાનના નવા દરની જાહેરાત કરી હતી, અને તેને આજથી લાગુ કરી દેવામાં આવી છે. આ અંગે ગ્રાહકોના મનમાં અનેક પ્રશ્નો અને મૂંઝવણ છે. દરેક વ્યક્તિ પ્લાનની નવી કિંમત વિશે જાણવા માંગે છે.

આ ૧ મહિનાની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો પ્લાન હતો અને આજથી તેની કિંમત વધી છે અને આ રિચાર્જ ૧૮૯ રૂપિયામાં ઉપલબ્ધ થશે.

આ રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો પ્લાન છે જેમાં દરરોજ ૨જીબી ડેટા અને વેલિડિટી ૨૮ દિવસની છે આજથી આ પ્લાનની કિંમત ૩૪૯ રૂપિયા થઈ જશે.

૫૩૩ રૂપિયાના જિયો પ્લાનની વેલિડિટી ૫૬ દિવસની છે અને દરરોજ ૨ જીબી ડેટા ઉપલબ્ધ છે. આજથી આ પ્લાન ૬૨૯ રૂપિયામાં ઉપલબ્ધ થશે.

૬૬૬ રૂપિયાના રિચાર્જ માટે તમારે ૭૯૯ રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનની કિંમતમાં ૧૩૩ રૂપિયાનો વધારો થયો છે. ૭૧૯ રૂપિયાનો પ્લાન માટે ૮૫૯ રૂપિયા ચૂકવવા પડશે. ૯૯૯ રિચાર્જ પ્લાન માટે હવે તમારે ૧૧૯૯ રૂપિયા ખર્ચવા પડશે. અને ૩૬૫ દિવસની વેલિડિટી વાળા પ્લાનની કિંમત પહેલા રૂ. ૨,૯૯૯ હતા જેના આજથી ૩,૫૯૯ રૂપિયા ચૂકવવા પડશે.

એરટેલના પ્લાન મોંઘા થયા છે

જિયો બાદ એરટેલે પણ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. એરટેલે હવે ૧૭૯ રૂપિયાના માસિક પ્લાનની કિંમત વધીને ૧૯૯ રૂપિયા કરી દીધી છે. સાથે જ ૧,૭૯૯ રૂપિયાના વાર્ષિક પ્લાનની કિંમત હવે ૧,૯૯૯ રૂપિયા થઈ ગઈ છે. હાલમાં એરટેલના વાર્ષિક પ્લાનની કિંમત ૨,૯૯૯ રૂપિયા છે. આ પ્લાનમાં તમને ૩૬૫ દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જ પેકમાં કંપની તમને દરરોજ ૨જીબી ડેટા ઓફર કરે છે. આજથી આ માટે તમારે ૬૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *