ટી-૨૦ વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની ઘર વાપસી.
ટી-૨૦ વર્લ્ડકપ જીત્યાબાદ વિદેશમાં ફસાયેલી ભારતીય ટીમ આજે ગુરુવારે વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પહોંચી ગઈ હતી. હવે તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને મુંબઈ જવા રવાના થશે.
ટી-૨૦ વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ ભારત પહોંચી
ભારતીય ટીમ આઈજીઆઈ એરપોર્ટથી આઈટીસી મૌર્ય હોટલ પહોંચી હતી. વર્લ્ડ ચેમ્પિયનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નાસ્તો કર્યા બાદ ભારતીય ટીમ મુંબઈ જવા રવાના થશે. નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન-ટોપ બસમાં પરેડ થશે. વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમનું સન્માન કરવામાં આવશે. BCCIએ ભારતીય ટીમ માટે ૨૫ કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે.
ભારતીય ટીમને પરત લાવનાર એર ઈન્ડિયા ચાર્ટર ફ્લાઇટને એર ઈન્ડિયા ચેમ્પિયન્સ ૨૦૨૪ વર્લ્ડ કપ નામ આપવામાં આવ્યું છે. આ પ્લેનમાં ભારતીય ટીમ અને સપોર્ટ સ્ટાફ ઉપરાંત ખેલાડીઓના પરિવારજનો પણ સવાર હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ પણ હાજર હતા. આ સિવાય કેટલાક પત્રકારો પણ ત્યાં અટવાયા હતા, તેઓ પણ આ વિમાન દ્વારા પરત ફર્યા હતા.