ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ શરૂ થઇ ચૂકી છે. પુણેમાં રમાયેલી પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત દમ બતાવતા ઇંગ્લેન્ડને 66 રનથી હાર આપી હતી. આજે એટલે કે 26 માર્ચે બન્ને ટીમો વચ્ચે બીજી વનડે મેચ રમાવવાની છે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમમાં ફેરફાર થવાની વાત સામે આવી છે. રિપોર્ટ છે કે ભારતીય ટીમમાં બે મોટા ફેરફારો થઇ શકે છે.
રિપોર્ટ પ્રમાણે, આઇપીએલમાં શાનદાર ફોર્મ બતાવીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમ તરફથી વનડે મેચોમાં ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. ઇજાગ્રસ્ત શ્રેયસ અય્યરની જગ્યાએ સૂર્યકુમાર યાદવ મીડિલ ઓર્ડરમાં બેટિંગની જવાબદારી સંભાળી શકે છે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં ફિલ્ડિંગ દરમિયાન શ્રેયસ અય્યર ગ્રાઉન્ડ પર જ ફિલ્ડિંગ કરવા જતા ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. બાદમાં તે મેદાન પર પરત ફરી શક્યો ન હતો. રિપોર્ટ પ્રમાણે અય્યરની ઇજા ગંભીર છે. બીસીસીઆઇએ પણ જાહેરાત કી દીધી છે કે શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડ સામેની બાકીની બન્ને મેચો એટલે કે સીરીઝમાંથી બહાર રહેશે. જોકે કેપ્ટન વિરાટ કોહલી ઐય્યરની જગ્યાએ રિષભ પંતને પણ તક આપી શકે છે. જો પંતની ટીમમાં વાપસી થાય તો પણ વિકેટકીપિંગ કેએલ રાહુલ જ કરશે.