મણિપુરમાં બોલ્યા રાહુલ ગાંધી

મણિપુરમાં હિંસા રોકાવાનું નામ નથી લઇ રહી. વારંવાર ત્યાંથી હૃદય કંપાવનારી દુઃખદ ઘટનાઓ સામે આવે છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મણીપુર પહોંચ્યા છે. રાજ્યમાં લોકોને મળ્યા બાદ તેમણે ઇમ્ફાલમાં પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મણિપુરના લોકોને આશ્વાસન પાઠવ્યું હતું અને શાંતી સ્થાપવા અપીલ કરી હતી. તેમજ વડાપ્રધાન મોદીને મણિપુરની મુલાકાત લેવા અપીલ કરી હતી.

Rahul Gandhi in Manipur

Rahul Gandhi Manipur Assam Visit LIVE Update; BJP Congress | Kuki Vs Meitei  | राहुल गांधी बोले- मुझे नहीं लगता मणिपुर के हालात सुधरेंगे: ग्राउंड लेवल  पर कोई इम्प्रूवमेंट ...
રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં વિચાર્યું હતું કે પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો હશે, પરંતુ મને દુઃખ છે કે આવું નથી થયું. હું ફક્ત આટલું કહેવા માગું છું કે ધૃણા અને હિંસાથી સમાધાન નથી થાય, પરંતુ પ્રેમ અને બંધુત્વથી વાત બની શકે છે.
Need of hour is peace': Rahul Gandhi visits relief camps in Manipur, meets  violence-hit victims | India News - Times of India
હિંસાએ લોકોને બરબાદ કરી દીધા છે. મણિપુરમાં જે થઇ રહ્યું છે, તેવું આખા ભારતમાં ક્યાંય નથી જોયું.
મને નથી લાગતું કે અહીં સુધારો થઇ રહ્યો છે. હું પીએમ મોદીથી કહેવા માગું છું કે, મણિપુર એક પ્રદેશ છે. તેમને અહીં ઘણા સમય પહેલા આવવું જોઇતું હતું. સમગ્ર મણિપુર ઇચ્છે છે કે તેઓ અહીં આવે અને તેમની વાત સાંભળે. આનાથી મણિપુરના લોકોને ખુબ ફાયદો થશે. તાજેતરમાં જ રાહુલે કહ્યું હતું કે વડાપ્રધાન દરેક જગ્યાએ ગયા પરંતુ હજુ સુધી મણિપુર નથી ગયા. ગત વર્ષે ૩ મેએ જાતિય હિંસા ફાટી નીકળતા ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો નિરાશ્રિત થયા હતા.
રાજ્યમાં આ હિંસા ત્યારે શરૂ થઇ જ્યારે મૈતેઇ સમાજને અનુસૂચિત જનજાતી (એસટી)માં સામેલ કરવાની માગના વિરોધમાં રાજ્યના પર્વતીય વિસ્તારોમાં આદિવાસી એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મણિપુરમાં જાતીય હિંસાને શાંત કરાવવા માટે અત્યાર સુધી વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને વારંવાર અહીંથી ગોળીબારની ઘટનાઓ પણ સામે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *