દ્વારકામાં રેલવે ફાટક નજીક એક જ પરિવારના મોભી સહિત ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
દ્વારકામાં એક જ પરિવારના ૪ સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે. દ્વારકાના ધારાગઢમાં એક જ પરિવારના 4 સભ્યોએ રેલવે ફાટકા નજીક ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો છે. તેઓ જામનગરના લાલપુરના મોડપર ગામના મૂળ રહેવાસી છે. આપઘાત કરનારમાં 2 પુરુષ અને 2 મહિલા છે. પરિવારના સામૂહિક આપઘાતથી જામનગરમાં શોકનો માહોલ છે. મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
૧ પરિવારના ૪ સભ્યોનો ઝેર ગટગટાવી સામૂહિક આપઘાત
દ્વારકાના ભાણવટ તાલુકાના ધારાગઢ નજીક રેવલે ફાટકા નજીક ૧ પરિવારના ૪ સભ્યોએ રેલવે ફાટક નજીક ઝેર ગટગટાવી સામૂહિક કર્યો છે. મૃતકો જામનગરના લાલપુર તાલુકાના મોડપર ગામના મૂળ વતની છે જો કે હાલ દ્વારકામાં ગોકુલ નગર નજીક આવેલા માધવભાગ ૧ વિસ્તારમાં રહેતા હતા.

મૃતકોના નામ અશોક જેઠાભાઈ ધુવા (૪૨ વર્ષ), લીલુબેન અશોકભાઈ ધુવા (૪૨ વર્ષ), જીજ્ઞેશ અશોકભાઈ ધુવા (૨૦ વર્ષ) અને કિંજલબેન અશોકભાઈ ધુવા (૧૮ વર્ષ) છે. હાલ તો અગમ્ય કારણસર પરિવારે સામૂહિક આપઘાટ કર્યો હોવાનું મનાય છે. પોલીસ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે.
સામૂહિક આપઘાતની ઘટનાની જાણ થતા મૃતકોના પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા. સામૂહિક આપઘાતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસને ઘટના સ્થળે એક એક્ટિવા અને બાઈક મળી આવ્યા છે. વિષપાન કરી પરિવારે સામૂહિક આપઘાત કેમ કર્યો તેની પોલીસ તપાસ કરી રહી છે.