પાંચ મિત્રોએ ફૂલ સ્પીડે દોડતી કારમાં રીલ બનાવી

સ્ટન્ટ કરવામાં ગંભીર અકસ્માત થતાં બેના મોત.

Nagpur Accident

સ્ટંટબાજી અને રીલ બનાવવાના ચક્કરમાં અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત થયા છે, ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા નિકળેલા પાંચ મિત્રોનો ગંભીર અકસ્માત થયો છે, જેમાં બેના મોત અને ત્રણ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ગંભીર થયો છે કે, કારના ચીંથરા ઉડી ગયા છે. દરમિયાન પોલીસે આ ઘટનામાં કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતા અહેવાલો મુજબ નાગપુરમાં મિત્રની જન્મદિવસની ઉજવણી કરવા માટે પાંચ મિત્રો કાર લઈને નિકળ્યા હતા. આ દરમિયાન તેઓએ દારુની પાર્ટી કરી હતી, ત્યારબાદ પાંચેય મિત્રો જમવા માટે અન્ય સ્થળે જવા માટે રવાના થયા હતા. જોકે ત્યાં પહોંચે તે પહેલા જ તેઓનો ગંભીર અકસ્માત થયો હતો.

આ દરમિયાન પાંચ મિત્રોમાંથી એક મિત્રએ ફૂલ સ્પીડે કાર દોડાવી સ્ટંટ કરી રહ્યો હતો અને બીજો મિત્ર રીલ બનાવી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો છે, જેમાં કારના ચીંથરા ઉડી ગયા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ અકસ્માત સવારે અઢી કાલકે થયો હોવાની માહિતી સામે આવી છે.

પાંચેય મિત્રો નશાની હાલતમાં હતા : પોલીસ

પોલીસે જણાવ્યું કે, આ કાર પાંચ મિત્રોમાંથી એક મિત્રના પિતાની હતી. એક મિત્રનો બર્થડે હોવાથી પાંચેય મિત્રોએ પાર્ટીનો પ્લાન બનાવ્યો હતો. તેઓ કારમાં એક સ્થળે ગયા હતા, જ્યાં તેમણે દારુની પાર્ટી કરી હતી. ત્યારબાદ તેઓએ બિરયાની ખાવાનો પ્લાન બનાવ્યો હતો. પાંચેય મિત્રો કારમાં રેસ્ટોરન્ટ તરફ જવા નિકળ્યા હતા. પાંચેય મિત્રો નશાની હાલતમાં હતા. આમાંથી એક મિત્રએ કારમાં જોરશોરથી મ્યુઝિક શરૂ કર્યું હતું. આ ઉપરાંત કાર ચલાવનાર યુવક સ્ટંટબાજી કરવા લાગ્યો હતો. જ્યારે અન્ય મિત્રો ડ્રાઈવિંગનો વિરોધ કરવાના બદલે હૂટિંગ કરતા હતા. આમાંથી એક મિત્રએ રિલ પણ બનાવી રહ્યો હતો. આ દરમિયાન નાગપુર રોડ પાસે એક સ્થળે કારનો અક્સિડન્ટ થઈ ગયો અને કારના ચીંથરા ઉડી ગયા. આ અકસ્માતમાં બે મિત્રોના મોત નિપજ્યા છે, જ્યારે ત્રણને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *