શું દૂધ ખરેખર કફ થવાનું કારણ બની શકે?

કેળા, ચોખા, દૂધ જેવા ઘણા બધા ખોરાક કફ સાથે સંકળાયેલા છે. પરંતુ આધુનિક દવાઓ કફ અને ખોરાકના કનેકશનને સમર્થન આપે છે ?

Health Tips : શું દૂધ ખરેખર કફ થવાનું કારણ બની શકે? એક્સપર્ટ શું કહે છે?

દૂધ તેના ઘણા સ્વાસ્થ્ય ગુણો માટે જાણીતું છે, પરંતુ ઘણા લોકો શરદી અને ઉધરસ દરમિયાન દૂધ પીવાનું ટાળે છે એવું માનવામાં આવે છે કે તેનાથી કફમાં વધારો કરે છે. પરંતુ શું તે ખરેખર સાચું છે? અહીં જાણો હેલ્થ એક્સપર્ટનું આ અંગે શું કહેવું છે? હેલ્થ એક્સપર્ટ અનુસાર દૂધ પીવાથી ગળામાં તેનું કોટિંગ રહી જાય છે જે કદાચ મ્યુકોસમાં વધારો શકે છે અને લેક્ટોઝ ઇન્ટોલરન્સ અથવા દૂધની એલર્જીના લક્ષણોથી વધી શકે છે, જે કફ જેવી સમસ્યાનું કારણ બની શકે છે.

Man Coughing | Focal

આ ઉપરાંત ફેફસાને લગતી બીમારી વાળા દર્દીઓમાં ‘કફ’ થવાના ઘણા કારણો હોઈ શકે છે. તે તરફ ધ્યાન દોરતા, એક્સપર્ટ કહે છે, કેળા, ચોખા, દૂધ જેવા ઘણા બધા ખોરાક કફના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. પરંતુ આધુનિક દવાઓ કફ અને ખોરાકના કનેકશનને સમર્થન આપતી નથી.

અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રિશનના જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સોયા બેઝડ દૂધ પીવાની સરખામણીમાં ગાયનું દૂધ પીનારા લોકોના મ્યુકોસમાં કોઈ ખાસ તફાવત જોવા મળ્યો નથી.

કેટલાકને વ્યક્તિને દૂધ સહિત ડેરી ઉત્પાદનો પ્રત્યે હળવી એલર્જીને કારણે દૂધ પીધા પછી કફ જેવા લક્ષણોનો અનુભવ થઈ શકે છે. જે લોકોને શ્વસનને લગતી સમસ્યા હોઈ જેમ કે અસ્થમા અથવા બ્રોન્કાઇટિસ ગળામાં દૂધ જાડુ હોવાને કારણે તેમના લક્ષણોમાં વધારો કરી શકે છે, પરંતુ તે કફના વાસ્તવિક વધારાનું કારણ નથી.

જો શ્વસન સંબંધી સમસ્યા સાથે કફ હોય નિયમિતપણે દવાઓ લેવાનું સૂચન કરવામાં આવે છે. બહાર જતી વખતે ફેસ માસ્કનો ઉપયોગ કરો, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લો અને હાઇડ્રેટ રહો.

42806427938609.5636d15ab5aac.gif

હેલ્થ એક્સપર્ટ અનુસાર, ‘જો તમને પીળો કફ અથવા દુર્ગંધયુક્ત કફ હોય તો તે છાતીમાં ચેપ દર્શાવે છે અને તરત જ પલ્મોનોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *