ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

50+ Free Rain & Storm animated GIFs and Stickers - Pixabay

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

કાલાવડમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. લાંબા સમયના વિરામબાદ કાલાવડ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટી થઈ છે. ભારે ઉકળાટ બાદ વાતાવરણ અચાનક પલટો આવ્યો હત. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *