ડેન્ગ્યુમાં તાવ, શરીરમાં દુખાવો અને થાક જેવા લક્ષણો દેખાય છે પરંતુ તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે ડેન્ગ્યુ મગજ અને ચેતાતંત્રને ગંભીર અસર કરે છે.
ચોમાસુ શરૂ થઇ ગયું છે. વરસાદ પડવાથી લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ ચોમાસુ તેની સાથે બીમારીઓ પણ લઈને આવે છે. તાજતેરમાં સમગ્ર ભારતમાં ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. તેથી સમગ્ર રાજ્યમાં ડેન્ગ્યુનો ખતરો ઉભો થયો છે.

ડેન્ગ્યુ કેવી રીતે થાય છે?
એડીસ ઇજીપ્તી મચ્છરના ચેપી ડંખથી ડેન્ગ્યુ રોગનું વહન થાય છે. એડીસ મચ્છરના ડંખ પછી 5-6 દિવસ પછી વ્યક્તિને આ રોગની અસર દેખાવી શરુ થાય છે. શરુઆતમાં તાવ આવે છે. ડેંગ્યુ તાવ અને ડેંગ્યુ હેમરેજિક તાવ (ડીએચએફ) એમ બે સ્વરુપમાં ડેંન્ગ્યુની અસર જોવા મળે છે.
ડેન્ગ્યુમાં તાવ, શરીરમાં દુખાવો અને થાક જેવા લક્ષણો દેખાય છે પરંતુ તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે ડેન્ગ્યુ મગજ અને ચેતાતંત્રને ગંભીર અસર કરે છે. કારણ કે ન્યુરોલોજીકલ સમસ્યા લાંબા સમય સુધી ચાલી શકે અથવા જીવલેણ પણ હોઈ શકે છે.
ડેન્યુની ન્યુરોલોજીકલ અસર
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યુમાં તાવ, દુખાવો અને ફોલ્લીઓના જાણીતા લક્ષણો ઉપરાંત તે મગજને પણ અસર કરે છે. ડેન્ગ્યુ વાયરસ ન્યુરોટ્રોપિક છે, એટલે કે તે ચેતાતંત્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તે બ્લડ-બ્રેઇન બેરિયરનો ભંગ કરી શકે છે, બ્લડ-બ્રેઇન બેરિયર (BBB) એ કોષોનું એક ચુસ્તપણે બંધાયેલ લેયર છે જે તમારા મગજને હાનિકારક પદાર્થો, જંતુઓ અને અન્ય વસ્તુઓથી બચાવે છે જે નુકસાન પહોંચાડી શકે છે. તે તમારા મગજના સ્વાસ્થ્યને જાળવવાનો મુખ્ય ભાગ છે.
ન્યુરોન્સને સીધો ચેપ લગાડે : ડેન્ગ્યુ વાયરસ ચેતા કોષો પર આક્રમણ કરે છે અને નુકસાન પહોંચાડે છે, તેના કાર્યમાં વિક્ષેપ પાડે છે.
બળતરા વધારે : વાયરસ પ્રત્યે શરીરની રોગપ્રતિકારક પ્રતિક્રિયા મગજ અને કરોડરજ્જુમાં બળતરા પેદા કરી શકે છે, જે પેશીઓને વધુ નુકસાન પહોંચાડે છે.
રક્તસ્રાવનું કારણ બને : ડેન્ગ્યુ ગંભીર કિસ્સામાં થ્રોમ્બોસાયટોપેનિયા (પ્લેટલેટની ઓછી સંખ્યા) તરફ દોરી શકે છે, જે મગજની અંદર રક્તસ્રાવનું જોખમ વધારે છે (હેમરેજ).
ડેન્ગ્યુ કેસોમાં ન્યુરોલોજીકલ સમસ્યાને ડોકટર ગંભીર માની રહ્યા છે. તેમના અવલોકનો, વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સમર્થિત છે કે મગજ પર વાયરસની અસર થાય છે અને વધુ જાગૃતિની જરૂરિયાત છે.
ન્યુરોલોજીકલ અસરની વોર્નિંગ સાઈન
ડેન્ગ્યુમાં વારંવાર તાવ અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. ત્યારે ન્યુરોલોજીકલ અસર એક ભયજનક સાઈન તરીકે પ્રગટ થઈ શકે છે.
ગંભીર માથાનો દુખાવો : ઘણીવાર સતત, ધબકારા અને ગરદન અક્ક્ડ થઇ જવી તરીકે વર્ણવવામાં આવે છે, આ મેનિન્જાઇટિસ અથવા એન્સેફાલીટીસનો સંકેત આપી શકે છે.
માનસિક સ્થિતિમાં બદલાવ : ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી અને મગજની તકલીફ થઇ શકે છે.
આંચકી આવવી : આંચકી આવવીઅથવા સ્નાયુઓના હલનચલન પર કંટ્રોલ ન રહેવો અને મગજની બળતરા અથવા નુકસાન થઇ શકે છે.
અસ્પષ્ટ દ્રષ્ટિ : અસ્પષ્ટ દ્રષ્ટિ અથવા આંખોમાં અન્ય ખામી થઇ શકે સૂચવી શકે છે.
નિવારક પગલાં અને સારવાર
ન્યુરોલોજીકલ સમસ્યા ટાળવા માટે ડેન્ગ્યુના સંક્રમણને અટકાવવું એ સૌથી અસરકારક રીત છે, આમાં શામેલ છે.
મચ્છર નિયંત્રણ : જંતુનાશક દવાઓનો છંટકાવ અને મચ્છરદાનીનો ઉપયોગ કરીને જીવડાં અને મચ્છરનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
રસીકરણ : ડેન્ગ્યુની રસી વિકસાવવામાં આવી છે અને તે કેટલાક દેશોમાં તૈનાત કરવામાં આવી રહી છે, જે ગંભીર રોગના ભારણને ઘટાડવાની આશા જગાડે છે.
જે લોકો પહેલેથી જ ચેપગ્રસ્ત છે તેના માટે વહેલું નિદાન અને સંભાળ નિર્ણાયક છે. ડેન્ગ્યુ માટે કોઈ ચોક્કસ એન્ટિવાયરલ સારવાર નથી, પરંતુ તાવ અને પીડા જેવા લક્ષણોનું ઘટાડવા મહત્વપૂર્ણ છે. ગંભીર કિસ્સાઓમાં, ઇન્ટ્રાવેનસ પ્રવાહી, રક્ત ચઢાવવા અને ન્યુરોલોજીકલ સમસ્યા માટે દેખરેખ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી થઇ જાય છે.