યુરો ૨૦૨૪ ફાઈનલ: સ્પેને ચોથી વખત યુરો કપ જીત્યો

સ્પેને રેકોર્ડ ચોથી વખત યુરો કપ જીત્યો છે. આ પહેલા સ્પેને ૧૯૬૪, ૨૦૦૮ અને ૨૦૧૨માં યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી હતી. બીજી તરફ ઈંગ્લિશ ટીમને યુરો કપની ફાઈનલ મેચમાં સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. ગત સિઝનમાં તેને ઇટાલીએ હરાવ્યું હતું.

સ્પેને ચોથી વખત યુરો કપ ચેમ્પિયન બની સર્જ્યો રેકોર્ડ, ફાઈનલમાં સતત બીજી વખત ઈંગ્લેન્ડ હાર્યું 1 - image

સ્પેને શાનદાર પ્રદર્શન સાથે યુરો ૨૦૨૪ જીતી લીધું છે. ૧૪ જુલાઈ (રવિવાર)ના રોજ બર્લિનમાં રમાયેલી ફાઈનલ મેચમાં સ્પેને ઈંગ્લેન્ડને ૨-૧ થી હરાવ્યું હતું. સ્પેને રેકોર્ડ ચોથી વખત યુરો કપ જીત્યો છે. ઈંગ્લેન્ડને ફરીથી નિરાશાનો સામનો કરવો પડ્યો.

આ પહેલા સ્પેને ૧૯૬૪, ૨૦૦૮ અને ૨૦૧૨માં યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી હતી. સ્પેન યુરો કપની સૌથી સફળ ટીમ છે. જ્યારે જર્મની ત્રણ ટાઇટલ સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડની વાત કરીએ તો તે સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી હતી. અગાઉ ૨૦૨૦ સીઝનમાં, તે ટાઇટલ મેચમાં ઇટાલી દ્વારા હરાવ્યું હતું. આ ચેમ્પિયનશિપના ૬૬ વર્ષના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ એક વખત પણ ચેમ્પિયન બની શક્યું નથી.

ફાઈનલ મેચ દરમિયાન પ્રથમ હાફમાં કોઈપણ ટીમ દ્વારા કોઈ ગોલ કરવામાં આવ્યો ન હતો. જોકે, આ સમયગાળા દરમિયાન સ્પેનિશ ટીમ પાસે ૬૬ % બોલ પર કબજો હતો. બીજી તરફ પ્રથમ હાફના વધારાના સમયમાં ઇંગ્લેન્ડના ફિલ ફોડેને ગોલ કરવાની સુવર્ણ તક હતી, પરંતુ સ્પેનના ગોલકીપર યુ. સિમોને શાનદાર બચાવ કર્યો હતો.

UEFA Euro 2024 Final | Spain beats England to win UEFA Euro 2024 dgtl - Anandabazar

આ ખેલાડીઓએ બીજા હાફમાં ગોલ કર્યા હતા

Happy Spanish GIF by TRT

બીજો હાફ એક્શનથી ભરેલો હતો. મેચની ૪૭મી મિનિટે નિકોલસ વિલિયમ્સે લેમિન યામલના શાનદાર ક્રોસ પર ગોલ કરીને સ્પેનને 1-0થી આગળ કરી દીધું હતું. રમતની ૭૩મી મિનિટે અવેજી ખેલાડી કોલ પામરે જુડ બેલિંગહામના ક્રોસ પરથી ગોલ કરીને ઈંગ્લેન્ડને બરાબરી અપાવી હતી. રમતની ૮૬મી મિનિટે સ્પેનના અવેજી ખેલાડી મિકેલ ઓયારઝાબાલે ગોલ કર્યો હતો, જે મેચનો નિર્ણાયક ગોલ સાબિત થયો હતો. માર્ક કુક્યુરેલાએ આ ગોલમાં મદદ કરી.

તમને જણાવી દઈએ કે સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે નેધરલેન્ડને ૨-૧થી હરાવ્યું હતું. બીજી તરફ સ્પેને પણ ફ્રાન્સને ૨-૧થી હરાવીને ટાઈટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. યુરો ૨૦૨૪ ની યજમાની જર્મની દ્વારા કરવામાં આવી હતી. જર્મનીને ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *