દુબઇની રાજકુમારી શેખા મહારા એ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી પતિ શેખ માના ને ૩ તલાક આપ્યા છે. આ સાથે સોશિયલ મીડિયા પર પોતાના પતિને અનફોલો પણ કરી દીધો છે. લગ્નની તમામ તસવીરો પણ ડિલીટ કરી દીધી છે.
દુબઈની રાજકુમારી શેખા મહરા બિંત મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ એ સોશિયલ મીડિયા પર પતિથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. તેણે ત્રણ તલાક આપ્યા છે, સોશિયલ મીડિયા પોસ્ટ પર ત્રણ વખત તલાક તલાક તલાક લખી ઇસ્લામ કાયદા મુજબ પ્રમાણે ડિવોર્સ લીધા છે. તેણીની પોસ્ટ વાયરલ થઈ છે અને દરેકને આશ્ચર્ય થાય છે કે શેખા મહારા બિંત મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના છૂટાછેડાનું કારણ શું હતું.
દુબઇની રાજકુમારી શેખા મહરા એ ડિવોર્સ કેમ લીધા?
સોશિયલ મીડિયા પર દુબઈની રાજકુમારીએ લખ્યું હતું કે, ડિયર હસબન્ડ તમે અન્ય લોકોમાં વધુ પડતા વ્યસ્ત હોવાથી હું તમારી પાસેથી છૂટાછેડા લેવાની ઘોષણા કરું છું. હું તમને તલાક આપું છું, તલાક આપું છું, તલાક આપું છું. તમારું ધ્યાન રાખજો, તમારી પૂર્વ પત્ની. દુબઈની રાજકુમારીએ તલાકની પોસ્ટ લખવાની સાથે સાથે સોશિયલ મીડિયા પર પોતાના પતિને અનફોલો પણ કરી દીધો છે. લગ્નની તમામ તસવીરો પણ ડિલીટ કરી દીધી છે.
ગયા વર્ષે મે મહિનામાં શેખા મહારા બિંત મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે શેખ માના સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે બે મહિના પહેલા એક દીકરીનો જન્મ પણ થયો હતો, તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. 6 સપ્તાહ પહેલા એવી અટકળો હતી કે બંનેના છૂટાછેડા થઈ શકે છે, આનું કારણ એ હતું કે દુબઈની રાજકુમારીએ તેની પુત્રી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે – આપણે બંને. ત્યારે કહેવાયું હતું કે બધું બરાબર નથી ચાલી રહ્યું.
દુબઈની રાજકુમારી શેખ મહરા કોની છે દીકરી?
શેખા મહારા બિન્ત મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ દુબઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની પુત્રી છે. શેખા મહારા શેખ મોહમ્મદના ૨૬ બાળકો પૈસીનું એક છે અને તેના લગ્ન પણ ગયા વર્ષે લક્ઝુરિયસ સ્ટાઇલમાં થયા હતા.