હવામાન સમાચાર : સૌરાષ્ટ્રમાં મેઘાની ધબધબાટી, પોરબંદરમાં ૧૧ ઈંચ ખાબક્યો

મેઘરાજાએ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં તોફાની બેટિંગ કરી હતી. ખાસ કરીને પોરબંદર અને દેવભૂમી દ્વારાકામાં અડધી રાત્રે ધબધબાટી બોલાવી હતી.

ઉત્તર ભારતમાં બદલાયો મોસમનો મિજાજ, આ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર | weather update orange alert of storm and rain in north india including punjab

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે મેઘરાજાએ રાત્રે ધબધબાટી બોલાવી હતી. ખાસ કરીને પોરબંદર, દેવભૂમી દ્વારકા અને જૂનાગઢમાં અડધી રાતથી જ ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડી ગયો હતો.

ગુજરાત હવામાન વિભાગની આગાહી વરસાદ ગરમી - IMD Gujarat weather forecast for  next five days – News18 ગુજરાતી

આ ઉપરાંત તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ૨૨ કલાકમાં ૯૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદરમાં સવા ૧૧ ઈંચ, દેવભુમી દ્વારકામાં ૧૦ ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સવા સાત ઈંચ વરસાદ ડ્યો હતો. આજે ૧૯ જુલાઈ ૨૦૨૪, શુક્રવારના રોજ ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું, બે કલાકમાં 7 ઈંચ ખાબક્યો, 48 કલાક ભારે  વરસાદની આગાહી | Heavy rain fall in Visavadar Junagadh heavy rain forecast  for next 48 hours in state

દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં ૨૨ કલાકના સમયમાં રાજ્યના ૯૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગુરુવાર સાંજથી વરસાદ પડવાનો શરૂ થયો હતો. જોકે, દેવભૂની દ્વારકાના કલ્યાણપુરમાં રાત્રે ૦૨:૦૦ વાગ્યાથી લઈને સવારે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં બે કલાકના પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ૨૨ કલાકમાં ૧૦ ઈંચ વરસાદ નોંધાયો હતો.

૨૨ કલાકમાં ૧૪ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં ૨૨ કલાકના સમયમાં રાજ્યના ૯૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં ૧૪ તાલુકા એવા છે જેમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

જિલ્લો તાલુકો વરસાદ(MM)
પોરબંદર પોરબંદર ૨૮૧
દેવભૂમી દ્વારકા કલ્યાણપુર ૨૫૩
પોરબંદર રાણાવાવ ૧૯૫
ગીર સોમનાથ વેરાવળ ૧૬૯
ગીર સોમનાથ સુત્રાપાડા ૧૬૭
જૂનાગઢ વંથલી ૧૬૪
જૂનાગઢ કેશોદ ૧૫૩
જૂનાગઢ માણાવદર ૧૫૧
જામનગર જામજોધપુર ૧૪૪
પોરબંદર કુતિયાણા ૧૪૩
રાજકોટ ઉપલેટા ૧૧૭
રાજકોટ ધોરાજી ૧૦૪
જૂનાગઢ માલિયાહટિના ૧૦૦
જૂનાગઢ વિસાવદર ૯૯

ગુજરાતમાં ૨૨ કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં ૨૨ કલાકના સમયમાં રાજ્યના ૯૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

Clouds Raining Sticker

હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે ૧૯ જુલાઈ ૨૦૨૪, શુક્રવારના રોજ ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ ઉપરાંત આજે શુક્રવારે નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *