મહિલા એશિયા કપ ૨૦૨૪ ટી ૨૦ ટુર્નામેન્ટ શ્રીલંકા ખાતે શરુ થઇ છે. આજે ભારત વિ પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. ભારતીય મહિલા ટીમ જીત માટે મક્કમ છે.
એશિયાની આઠ ટીમ વચ્ચે શ્રીલંકા ખાતે મહિલા એશિયા કપ ૨૦૨૪ ટી ૨૦ મુકાબલો શરુ થયો છે. શુક્રવાર, ૧૯ જુલાઇ એ બે મેચ રમાશે. એશિયા કપ ૨૦૨૪ પ્રારંભે બપોરે ૦૨:૦૦ વાગે નેપાળ વિ યુએઇ વચ્ચે મેચ રમાશે. જ્યારે સાંજે ૦૭:૦૦ કલાકે ભારત વિ પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. બંને મેચ દામ્બુલા સ્થિત રંગીરી દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ મહિલા ટીમ ઇન્ડિયા પાકિસ્તાન ટીમ સામે મેચ રમી મહિલા એશિયા કપ ૨૦૨૪ મુકાબલાની શરુઆત કરશે. મહિલા ટીમ ઇન્ડિયામાં શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા સહિત દિગ્ગજ ખેલાડીઓ ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવા માટે સજ્જ છે.
મહિલા એશિયા કપ ૨૦૨૪ ગ્રુપ ટીમ
- ગ્રુપ A : ભારત, પાકિસ્તાન, યુએઈ અને નેપાળ
- ગ્રુપ B : શ્રીલંકા, બાંગ્લાદેશ, મલેશિયા અને થાઇલેન્ડ
શ્રીલંકાની યજમાનીમાં મહિલા એશિયા કપ ૨૦૨૪, ૧૯ જુલાઇથી શરુ થયો છે. એશિયાની આઠ ટીમ વચ્ચે ટી ૨૦ ફોરમેટમાં મુકાબલો છે. આઠ ટીમોને ગ્રુપ એ અને ગ્રુપ બી માં વહેંચવામાં આવી છે. જેમાં ગ્રુપ એ માં ભારત, પાકિસ્તાન, નેપાળ અને યુએઇ છે જ્યારે ગ્રુપ બી માં બાંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા અને થાઇલેન્ડ ટીમને રાખવામાં આવી છે.
લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
મહિલા એશિયા કપ ૨૦૨૪ ટુર્નામેન્ટ માટે લાઇવ સ્ટ્રીમિંગ તમે હોટ સ્ટાર પર જોઇ શકશો. ભારત મહિલા વિ પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચે શુક્રવારે સાંજે ૦૭:૦૦ કલાકથી મેચનું લાઇવ સ્ટ્રીમિંગ તમે જોઇ શકશો.
ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), દયાલન હેમલતા, જેમિમાહ હોડ્રિગ્ઝ, શેફાલી વર્મા, શ્વેતા સેહરાવત, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, સજીવન સજના, રિયા ઘોષ, ઉમા ચેત્રી, અરુંધતી રેડ્ડી, આશા શોભના, મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, રેણુકા સિંહ, સાયકા ઇશાક, શ્રેયંકા પાટીલ અને તનુજા કંવર
પાકિસ્તાન મહિલા ટીમ
ગુલ ફિરોઝા, ઇરમ જાવેદ, સિદરા આમીન, આલિયા રિયાઝ, ફાતિમા સના, નિદા ડાર, ઓમાઇમા સોહેલ, સૈયદા અરુબ શાહ, નજીહા અલ્વી, મુનીબા અલી, નશરા સંધુ, ડાયના બેગ, સાદિયા ઈકબાલ, તસ્મિયા રુબાબ અને તુબા હસન