ગુરુ પૂર્ણિમા ૨૦૨૪ માટે બેસ્ટ ક્વોટ્સ અને શુભેચ્છા સંદેશ અહીં ગુજરાતી ભાષામાં પ્રસ્તૃત છે.

ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે. આ દિવસ ગુરુને સમર્પિત છે. ભારતમાં પ્રાચીનકાળથી ગુરુ શિષ્ય પરંપરાથ ચાલી રહી છે. આધ્યાત્મિક કે શિક્ષણ દરેક ક્ષેત્રમાં ગુરુનું ઘણું મહત્વ છે. ભારતમાં ગુરુને દેવ સમાન માનવામાં આવે છે. આ વર્ષે આ તારીખ ૨૧ જુલાઈ, રવિવારના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઇ રહી છે.

ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. તેઓ મહાન ગ્રંથ મહાભારતના રચયિતા છે. દેશભરમાં ગુરુ પૂર્ણિમાન દિવસે શિષ્ય તેમના ગુરુની પૂજા અને દર્શન કરી આર્શીવાદ મેળવે છે. ગુરુ અજ્ઞાનતા દૂર કરી શિષ્ટને અંધકાર માંથી પ્રકાશ તરફ, અધર્મ થી ધર્મ તરફ લઇ જાય છે.

ગુરુ પૂર્ણિમા: શિષ્ય દ્વારા ગુરુની પૂજા
ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો તેમના ગુરુઓની પૂજા કરે છે, ગુરુ દક્ષિણા અર્પણ કરે છે અને ગુરુએ ચિંધેલા માર્ગ પર ચાલવાનું નક્કી કરે છે. આ સાથે જ આ ખાસ દિવસે તેઓ પોતાના ગુરૂએ બતાવેલા સાચા માર્ગ અને તેમના દ્વારા આપવામાં આવેલા સારા શિક્ષણ માટે પણ આભાર વ્યક્ત કરે છે.

જો તમે પણ તમારા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગો છો અથવા તમારા જીવનમાં તેમનું મહત્વ વ્યક્ત કરવા માંગો છો, તો તમે ગુરુ પૂર્ણિમાના પ્રસંગે ખાસ મેસેજ મોકલી શકો છો. અમે અહીં તમારા માટે કેટલાક એવા જ સંદેશાઓ લઈને આવ્યા છીએ. ચાલો તેમના પર એક નજર કરીએ-

ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય,બલીહારી ગુરુદેવ કી જીસને ગોવિંદ દિયો મીલાય

હિન્દુ પંચાંગ મુજબ ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે ૦૫:૫૭ વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, જે સમગ્ર દિવસ દરમિયાન રહેશે. તેમજ ઉત્તરાષાઢા નક્ષત્ર સવારથી ૧૨:૧૪ મધ્યરાત્રી સુધી રહેશે. આ સાથે પ્રીતિ યોગ અને વિશ્કુંભ યોગનું નિર્માણ થઇ રહ્યું છે.