શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા દ્વારા તા :૧૮/૦૭/૨૦૨૪ ને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શહેરના અગ્રણી આર્કીટેક શ્રી મુકુલભાઈ શેઠ, સંસ્થાના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રી વેદાંગભાઈ તેમજ સોનિયાબેન તથા માધ્યમિક વિભાગના આચાર્યશ્રી ડૉ. ટીનાબેન તથા શાળા કેમ્પસ સુપરવાઈઝર શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.