સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

નીટ યુજી ૨૦૨૪ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષા રદ કરવા અને ફરીથી પરીક્ષા લેવાનો ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું – NEET UG પરીક્ષા ફરી નહીં લેવાય

નીટ યુજી ૨૦૨૪ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષા રદ કરવા અને ફરીથી પરીક્ષા લેવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે નીટ-યુજી ૨૦૨૪ ની પરીક્ષાના પરિણામમાં ગરબડી કરવામાં આવી છે કે તેમાં વ્યવસ્થાગત ખામી છે તેવું તારણ કાઢવા માટે પુરતી સાબિતીનો અભાવ છે.

सुप्रीम फैसला : NEET-UG 2024 परीक्षा को रद्द करने व दोबारा परीक्षा कराने से  इनकार; कहा- गड़बड़ी के पर्याप्‍त सबूत नहीं

કોર્ટે કહ્યું કે રેકોર્ડ પરના ડેટા નીટ-યુજી ૨૦૨૪ પ્રશ્નપત્રના વ્યવસ્થિત રીતે લીક થવાનો સંકેત આપતા નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે તેના દ્વારા સ્થાપિત સિદ્ધાંતોના આધારે સમગ્ર નીટ-યુજી પરીક્ષા રદ કરવાનો આદેશ વાજબી ગણાશે નહીં.

Sanctity of exam seems to have been affected': SC seeks NTA response on NEET -UG 2024 re-examination | India News - Times of India

પેપર લીકનો કોઈ રેકોર્ડ નથી

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે પ્રશ્નપત્ર વ્યવસ્થિત રીતે લીક થવા અને અન્ય ગેરરીતિઓ દર્શાવતી કોઈ સામગ્રી રેકોર્ડ પર નથી. ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ એડવોકેટ નરેન્દ્ર હૂડા, સંજય હેગડે અને મેથ્યુસ નેદુમ્પારા સહિત વિવિધ વકીલો પાસેથી લગભગ ચાર દિવસ સુધી દલીલો સાંભળી હતી.

વિગતવાર ચુકાદો પછીથી જાહેર કરવામાં આવશે

ખંડપીઠે ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખીને ચુકાદાનો પ્રભાવી હિસ્સો લખ્યો હતો અને કહ્યું હતું કે વિગતવાર ચુકાદો પછીથી જાહેર કરવામાં આવશે. સીજીઆઈએ કહ્યું કે એવું તારણ કાઢવા માટે કોઈ સામગ્રી નથી કે નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષાના પરિણામોમાં ગરબડી કરવામાં આવી છે અથવા તેનું વ્યવસ્થિત ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

એનટીએ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય 5 મેના રોજ યોજાયેલી પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક સહિત મોટા પાયે કથિત ગેરરીતિઓને લઈને નિશાના પર છે. એનટીએ દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (નીટ-યુજી)નું આયોજન કરે છે. ૫ મેના રોજ, ૫૭૧ શહેરોમાં ૪,૭૫૦ કેન્દ્રો પર ૨૩.૩૩ લાખ વિદ્યાર્થીઓએ નીટ-યુજી ૨૦૨૪ ની પરીક્ષા આપી હતી. જેમાં ૧૪ વિદેશી શહેરોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *