હવામાન સમાચાર : આજે સવારથી આણંદ અને ભરૂચમાં ભારે વરસાદ

આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૧ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ઉત્તર ભારતમાં બદલાયો મોસમનો મિજાજ, આ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર | weather update orange alert of storm and rain in north india including punjab

ગુજરાતમાં ચોમાસું ફૂલબહારમાં ખીલી ગયું છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને ત્યારબાદ કચ્છમાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી રહ્યું છે. ત્યારે આ વિસ્તારોમાં હજી પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના મળીને 11 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આકંડ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૬ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

Latest kotputli News (कोटपूतली न्यूज़): पढ़ें 24 जुलाई के ताज़ा समाचार  दैनिक भास्कर पर

ગુજરાતમાં આજે સવારે ૦૬:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ૧૫૭ તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદનાં આકંડા પ્રમાણે આજે બુધવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૫૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચમાં છ ઈંચ, આણંદના બોરસદમાં સવા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. ભરૂચના અંકલેશ્વરમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.

આજે બુધવારે સવારે ૦૬:૦૦થી ૦૮:૦૦ વચ્ચે ૧૨૦ તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી સવારે ૦૮:૦૦ વાગ્યા સુધીના સુધીના ૨ કલાકના સમયમાં ગુજરાતના ૧૨૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં નોંધાયો હતો. અહીં બે કલાકમાં અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને બુધવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીના ૨૪ કલાકના સમયમાં ગુજરાતના ૨૦૬ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જળબંબાકાર કરી દીધો હતો. આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પલસાણામાં ૧૦ ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા ૧૦ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં પોણા નવ ઈંચ, સુરતના કામરેજમાં સવા આઠ ઈંચ, બારડોલીમાં આઠ ઈંચ વરસાદ પડ્યો હતો.

૨૯ તાલુકામાં ૪ થી ૮ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને બુધવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીના ૨૪ કલાકના સમયમાં ગુજરાતના ૨૦૬ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ૨૯ તાલુકા એવા છે જેમાં ૪ ઈંચથી લઈને ૮ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. અહીં કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લો તાલુકો વરસાદ (mm)
દેવભૂમી દ્વારકા દ્વારકા ૧૮૯
ડાંગ વઘઈ ૧૮૫
તાપી વ્યારા ૧૭૪
નવસારી વાંસદા ૧૭૦
સુરત માંગરોલ ૧૬૫
નવસારી નવસારી ૧૬૪
સુરત શહેર ૧૫૨
જામનગર જોડિયા ૧૫૮
કચ્છ માંડવી ૧૫૪
સુરત મહુવા ૧૫૪
ડાંગ આહવા ૧૫૪
કચ્છ મુંદ્રા ૧૫૨
તાપી ડોલવાન ૧૫૧
નવસારી જલાલપોર ૧૪૨
તાપી સોમનાથ ૧૩૭
ડાંગ સુબિર ૧૩૫
કચ્છ નખત્રાણા ૧૩૧
નર્મદા સાગબારા ૧૩૧
જૂનાગઢ કેશોદ ૧૨૬
દેવભૂમી દ્વારકા ભાનવડ ૧૨૨
નવસારી ગણદેવી ૧૨૦
નવસારી ચિખલી ૧૧૮
સુરત માંડવી ૧૧૪
સુરત ચોરાસી ૧૧૧
કચ્છ રાપર ૧૧૦
રાજકોટ ધોરાજી ૧૦૪
વલસાડ વલસાડ ૧૦૨
તાપી વાલોદ ૧૦૧
વલસાડ ધરમપુર ૧૦૦

૨૪ કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને બુધવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીના ૨૪ કલાકના સમયમાં ગુજરાતના ૨૦૬ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

આજે ૧૧ જિલ્લાઓમાં વરસાદી ખતરો

હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે ૨૪ જુલાઈ ૨૦૨૪, બુધવારના દિવસે ૧૧ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડશે. ત્યારે કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી ખતરો મંડરાઈ રહ્યો છે.

The New Adventures Of Gilligan Rain GIF by Warner Archive

આજે બુધવારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર,અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *