અમેરિકામાં માટે શું છે માહોલ ?

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન વ્હાઇટ હાઉસની રેસમાંથી ખસી ગયા બાદ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જગ્યા ખાલી પડી છે. બાયડનના રાજીનામા પછી, ભારતીય-આફ્રિકન મૂળના કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી સ્વાભાવિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. 59 વર્ષીય કમલા હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત ઉપરાષ્ટ્રપતિ છે. હાલમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેસમાં તેમનું નામ આગળ ચાલી રહ્યું છે. એમની તરફેણમાં ઝડપથી માહોલ બની રહ્યો છે. ભારતીય-અમેરિકી સાંસદો પણ હેરિસના ટેકામાં છે.

The Vice President Still Hasn't Shaken Off #KamalaIsACop – Mother Jones

બાયડને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યાના બે દિવસ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત એક સર્વે સામે આવ્યો છે. રોયટર્સ અને ઇપ્સોસ દ્વારા કરવામાં આવેલા આ પોલમાં કમલા હેરિસને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આગળ દેખાડવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે કમલા હેરિસ માટે સમર્થન સતત વધી રહ્યું છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે કમલા હેરિસને ૪૪ % લોકોનું સમર્થન છે. તે જ સમયે, ૪૨ % લોકોએ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું છે.

Kamala Shaking Head GIFs - Find & Share on GIPHY

ફંડે ૯૧ મિલિયન ડોલર એકત્ર કર્યા છે
બાયડન અને કમલા હેરિસની ચૂંટણી બાદ પાર્ટી ફંડમાં ૯૧ મિલિયન ડોલર જમા થયા છે. દાતાઓએ આ પૈસા બાયડન -હેરિસ અભિયાન માટે આપ્યા હતા. પરંતુ હવે બાયડન પોતાનો દાવો પાછો ખેંચી લીધા પછી, આ અંગે કોઈ તકનીકી સમસ્યા આવી શકે છે. કાયદા અનુસાર, આ પૈસા દાતાઓને પરત કરવા જોઈએ. ચૂંટણીને હવે બહુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં જો કોઈ કમલા હેરિસનું સ્થાન લે છે તો તેણે ઝીરો બેલેન્સ સાથે પ્રચારમાં ઉતરવું પડશે. હેરિસે દાતાઓને ફંડમાં વધુમાં વધુ યોગદાન આપવા અપીલ કરી છે. ચૂંટણી પંચમાં ફંડ ખાતામાં બાયડનની સાથે કમલા હેરિસનું નામ પણ નોંધાયેલું હોવાથી આ બાબત તેમના પક્ષમાં જાય છે.

ભારતીય-અમેરિકન સાંસદ હેરિસ સાથે
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં હાલમાં પાંચ ભારતીય-અમેરિકન સાંસદો છે, જે તમામ ડેમોક્રેટિક પાર્ટીના છે. આમાંથી ત્રણે કમલા હેરિસની સંભવિત ઉમેદવારીને સમર્થન આપ્યું છે. આ પાંચ સાંસદો છે રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, શ્રી થાનેદાર, પ્રમિલા જયપાલ અને એમી બેરા. તેમાંથી ત્રણ રો ખન્ના, શ્રી થાનેદાર અને પ્રમિલા જયપાલે હેરિસને ટેકો આપ્યો છે. જોકે, વિવેક રામાસ્વામી અને નિક્કી હેલીએ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *