દોષિતોને કડક સજા, બિનજામીનપાત્ર ગુનો.
બુધવારે બિહાર વિધાનસભામાં પેપર લીક વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર થયા બાદ રાજ્યમાં પેપર લીક કેસમાં દોષી સાબિત થયેલા લોકોને હવે ૧ કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે અને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થશે.

બિહારમાં પેપર લીક કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી થશે. બુધવારે બિહાર વિધાનસભામાં પેપર લીક વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર થયા બાદ રાજ્યમાં પેપર લીક કેસમાં દોષી સાબિત થયેલા લોકોને હવે ૧ કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે અને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થશે. આ કાયદા હેઠળના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર રહેશે.