આગામી ૩ દિવસ ગુજરાત માટે ‘ભારે’

ગુજરાતમાં આગામી ૩ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઓફસૉર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી છે.

ઉત્તર ભારતમાં બદલાયો મોસમનો મિજાજ, આ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર | weather update orange alert of storm and rain in north india including punjab

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હજુ આગામી ૩ દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઓફસૉર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી છે. આ સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Latest News, Breaking News Today - Entertainment, Cricket, Business,  Politics - IndiaToday

આણંદ અને વડોદરામાં સૌથી વધુ વરસાદ નોંધાયો તો ભરૂચ, સુરત, દાહોદ, મહીસાગરમાં વધુ વરસાદ નોંધાયો. આણંદમાં સૌથી વધુ ૧૪.૫ ઇંચ વરસાદ નોંધાયો, તો વડોદરામાં ૧૨ ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં નોંધાવવો જોઈએ તેનાથી ૨૮ % વધુ વરસાદ નોંધાયો છે.

Heavy rain in Maharashtra since late night | મહારાષ્ટ્રમાં મોડી રાતથી ભારે  વરસાદ: અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ, પુણેમાં શાળાઓ બંધ; NDRF એલર્ટ પર |  Divya Bhaskar

૨૫ જુલાઈના રોજ વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Latest News, Breaking News Today - Entertainment, Cricket, Business,  Politics - IndiaToday

૨૬ જુલાઈ માટે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Heavy rain in Maharashtra since late night | મહારાષ્ટ્રમાં મોડી રાતથી ભારે  વરસાદ: અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ, પુણેમાં શાળાઓ બંધ; NDRF એલર્ટ પર |  Divya Bhaskar

૨૭ જુલાઈ માટે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 53 ટકાથી વધુ વરસાદ, સૌથી વધારે કચ્છ ઝોનમાં નોંધાયો  | Seasonal Average Rainfall of Gujarat is over 53% highest in the Kutch  zone - Gujarat Samachar

૨૮ જુલાઈ માટે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર માટે યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *