પહેલી વખત બનશે જ્યારે ઉદ્ઘાટન સમારોહ કોઈ સ્ટેડિયમમાં નહીં પરંતુ નદી પર યોજાશે. પેરિસ ઓલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની પેરિસની મધ્યમાં વહેતી સીન નદી પર થશે.

ફ્રાન્સની રાજધાની પેરિસ ૨૦૨૪ના ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભ માટે તૈયાર છે. આ ત્રીજી વખત છે જ્યારે પેરિસે આ રમતોની યજમાની કરશે. આ પહેલા તેઓ ૧૯૦૦ અને ૧૯૨૪માં ઓલિમ્પિકની યજમાની પણ કરી ચૂક્યા છે. આ સમારોહ ઘણી રીતે અલગ થવાનો છે. આ પહેલીવાર છે જ્યારે ઉદ્ઘાટન સમારોહ કોઈ સ્ટેડિયમમાં નહીં પરંતુ નદી પર યોજાશે. આ સમારોહ પેરિસની મધ્યમાં વહેતી સીન નદી પર થશે.
ખેલાડીઓ હોડીમાં પરેડ કરશે
આ રમતોમાં ૨૦૫ દેશોના ૧૦,૦૦૦ એથ્લીટ્સ ભાગ લેવાના છે અને તેમાંથી કેટલાક ઉદ્ઘાટન સમારંભનો ભાગ બનશે. પેરિસ ઓલિમ્પિકમાં એથ્લિટ્સ બોટમાં પરેડ કરશે. આ પરેડ છ કિલોમીટર લાંબી હશે, જે સીન નદી પર થશે. પરેડ ઓસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂ થશે અને એફિલ ટાવર સુધી પહોંચવા માટે શહેરમાંથી પસાર થશે. આ પરેડમાં લગભગ ૯૪ બોટ સામેલ થશે.
ઓલિમ્પિક સમારોહ સાથે જોડાયેલી ખાસ વાતો
ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં માર્ચપાસ્ટનો ક્યારે સમાવેશ કરવામાં આવ્યો હતો?
ઉદ્ઘાટન સમારંભમાં માર્ચપાસ્ટની શરૂઆત ૧૯૦૮માં લોસ એન્જલસમાં યોજાયેલા ઓલિમ્પિકથી થઈ હતી.
માર્ચપાસ્ટમાં કયો દેશ પ્રથમ આવે છે?
ઓપનિંગ સેરેમનીના માર્ચપાસ્ટમાં સૌપ્રથમ ગ્રીસના ખેલાડીઓ પ્રથમ આવે છે. ૧૮૯૬ માં ગ્રીસના એથેન્સમાં ઓલિમ્પિક રમતોત્સવનો પ્રારંભ થયો હતો. આ દેશને ઓલિમ્પિક રમતોનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ કારણે આ દેશના ખેલાડીઓ પ્રથમ માર્ચ કરે છે. આ વર્ષે ગ્રીસનો ફ્લેગ બેરર રેસ વોકર એન્ટીગોની દ્રષ્ટિબયોટી હશે.
પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહના માર્ચપાસ્ટમાં ભારત કયા નંબરે આવશે?
માર્ચપાસ્ટમાં ભારત ૮૦મા સ્થાને આવશે.
ઓપનિંગ સેરેમનીમાં માર્ચપાસ્ટનો ક્રમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
માર્ચપાસ્ટનો ક્રમ યજમાન દેશની રાષ્ટ્રીય ભાષા અનુસાર અલ્ફાબેટિકલ ક્રમ દ્વારા નક્કી કરવામાં આવે છે.
ઓપનિંગ સેરેમનીના માર્ચપાસ્ટમાં સૌથી છેલ્લે કયો દેશ આવે છે?
ઓપનિંગ સેરમીનાના માર્ચપાસ્ટના અંતમાં યજમાન દેશ આવે છે. આ વખતે ફ્રાન્સના ખેલાડીઓ માર્ચપાસ્ટમાં સૌથી છેલ્લે રહેશે. ફ્રાન્સ પહેલા આગામી ઓલિમ્પિકની યજમાની કરનાર દેશ આવે છે. એટલે કે આ વખતે અમેરિકા આવશે.