પીએમ મોદીએ અગ્નિવીર યોજનાનો વિરોધ કરનારા પર પ્રહાર કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે દ્રાસમાં 1999ના કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનાર સશસ્ત્ર દળોના અધિકારીઓ અને સૈનિકોના સન્માનમાં દ્રાસ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાની ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ કરનારાઓને પણ આડે હાથ લીધા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે અગ્નિપથ યોજના શા માટે ખાસ છે.

On Kargil Vijay Diwas, PM Modi defends Agnipath scheme, Congress hits back  - India Today

કારગિલ વિજય દિવસની ૨૫ મી વર્ષગાંઠ પર અગ્નિપથ યોજના વિશે બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘સત્ય એ છે કે અગ્નિપથ યોજનાથી દેશની શક્તિમાં વધારો થશે અને દેશના સક્ષમ યુવાનો પણ માતૃભૂમિની સેવા કરવા માટે આગળ આવશે. મને આશ્ચર્ય થાય છે કે કેટલાક લોકોની સમજને શું થયું છે, તેમના વિચારને શું થયું છે. તેઓ એવો ભ્રમ ફેલાવી રહ્યા છે કે સરકાર પેન્શનના પૈસા બચાવવા માટે આ યોજના લાવી છે. આવા લોકોની વિચારસરણીથી મને શરમ આવે છે પણ હું આવા લોકોને પૂછવા માંગુ છું કે મોદી સરકારના શાસનમાં આજે જે પણ ભરતી થાય છે તેને આજે જ પેન્શન આપવું પડશે?’

PM Modi Ladakh Visit Update; Kargil Vijay Diwas | India Pakistan | कारगिल  में मोदी बोले-अग्निपथ का मकसद सेना को युवा बनाना: विपक्ष इस पर झूठ फैला  रहा; आतंक पर पाकिस्तान ने

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘તેમને પેન્શન આપવાનો સમય ૩૦ વર્ષમાં આવશે અને ત્યાં સુધીમાં મોદી ૧૦૫ વર્ષના થઈ ચૂક્યા હશે. તમે કઈ દલીલો આપો છો? મારા માટે ‘પાર્ટી’ નહીં પણ ‘દેશ’ સર્વોપરી છે. અમે રાજકારણ માટે નહીં પરંતુ રાષ્ટ્રીય નીતિ માટે કામ કરીએ છીએ. દેશના યુવાનોને ગેરમાર્ગે દોરનારાઓનો ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે તેઓને સૈનિકોની પરવા નથી. આ એ જ લોકો છે જેમણે વન રેન્ક વન પેન્શન પર ૫૦૦ કરોડ રૂપિયા બતાવીને ખોટું બોલ્યા. અમારી સરકારે જેણે વન રેન્ક વન પેન્શન લાગુ કરી અને ભૂતપૂર્વ સૈનિકોને રૂ. ૧.૨૫ લાખ કરોડથી વધુ આપ્યા.

PM Modi Ladakh Visit Update; Kargil Vijay Diwas | India Pakistan | कारगिल  विजय की 25वीं जयंती: वॉर मेमोरियल पहुंचे PM मोदी, शहीदों को श्रद्धांजलि दी;  शिंकुन ला टनल ...

વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘આ એ જ લોકો છે જેમણે આઝાદીના ૭ દાયકા પછી પણ શહીદોનું યુદ્ધ સ્મારક નથી બનાવ્યું. આ એ જ લોકો છે જેમણે સરહદ પર તૈનાત આપણા સૈનિકોને પૂરતા પ્રમાણમાં બુલેટપ્રૂફ જેકેટ પણ આપ્યા ન હતા.

Kargil Vijay Diwas 2024 PM Modi Drass Visit Live: 'Pakistan trying to  remain relevant through terror and proxy war,' says PM Modi in Kargil - The  Times of India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *