અમેરિકામાં ૧૫૦ ગુજરાતીઓ ઝડપાયા

મેક્સિકો બોર્ડરથી કરી રહ્યા હતા પ્રવેશ, તમામને કરાશે ડિપોર્ટ.

150 indians held in usa

દિન પ્રતિદિન અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં જવાની ઘેલછા વધી રહી છે જેના કારણે ઘણા લોકો કાયદો તોડીને પણ દેશમાં ઘૂસી જવાનો રસ્તો અપનાવી રહ્યા છે. આવી ગેરરીતિમાં એજન્ટો સૌથી વધુ પૈસાની કમાણી કરી રહ્યા છે. એવામાં ફરીથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ૧૫૦ ગુજરાતીઓ ઝડપાયા હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે. 

150 Gujaratis arrested for infiltrating America

મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ખોટી રીતે ઘૂસવાનો પ્રયાસ કરવામાં ૧૫૦ ગુજરાતીઓ ઝડપાયા છે. આ તમામ ગુજરાતીઓને ભારત ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે આ ૧૫૦ ગુજરાતીઓ મેક્સિકોથી અમેરિકામાં ચાલતા જ ઘૂસી રહ્યા હતા અને ઝડપાઇ ગયા. નોંધનીય છે કે મેક્સિકો બોર્ડરથી મોટી સંખ્યામાં અનેક દેશથી લોકો અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે, ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી મેક્સિકો બોર્ડર પર કડકાઇ વધારવા માટે નિવેદન આપતા રહ્યા છે.

જે ૧૫૦ ગુજરાતીઓ ઝડપાયા છે તે મૂળ કયા જિલ્લાના છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મીડિયા અહેવાલ પ્રમાણે મોટા ભાગના લોકો ઉત્તર ગુજરાતનાં છે. 

Nearly 150 Gujarati held trying to enter illegally in USA | અમેરિકામાં  ઘૂસવા જતાં 150થી વધુ ગુજરાતી ઝડપાયા: મોટા ભાગના ઉત્તર ગુજરાતના યુવાનો,  તમામને ડિપોર્ટ કરાશે ...

આઠ મહિના પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં ફ્રાંસમાં આખેઆખું એક પ્લેન ઝડપાયું હતું. આ પ્લેનમાં 303 ભારતીયો સવાર હતા જે ગેરકાયદેસર રીતે નિકારાગુઆ જઈ રહ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *