અમદાવાદમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ

અમદાવાદ શહેરમાં અંધારપટ.

અમદાવાદમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ, શહેરમાં અંધારપટ, રાજ્યમાં કેવી છે સ્થિતિ? 1 - image

ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના બોપલ, એસ.જી હાઈવે, થલતેજ, જુહાપુરા, સરખેજ, પાલડી, ગોતા, વેજલપુર, ઈસનપુર, મણિનગર, વટવા, શેલા, ઘુમા, બોડકદેવ, સિંધુભવન, પ્રહલાદ નગર, જોધપુર, વાસણા, બાપુનગર, નરોડા અને શાહીબાગ સહિતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

Slow Rain GIFs - Find & Share on GIPHY

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Rain lashes Ahmedabad Surat's Umarpada in distress after 14 inches in 4  hours

૩૦મી અને ૩૧મી જુલાઈ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર ભારતમાં બદલાયો મોસમનો મિજાજ, આ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર | weather update orange alert of storm and rain in north india including punjab

અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઓછો વરસાદ

અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં ૧૨.૪૦ ઈંચ સાથે સરેરાશ ૩૮.૬૦ ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે. વર્ષ ૨૦૨૩માં ૨૮મી જુલાઇ સુધી ૨૩.૭૭ ઈંચ સાથે સરેરાશ ૭૪.૫૪ ટકા જ્યારે વર્ષ ૨૦૨૨માં ૨૬.૭૩ ઈંચ સાથે ૮૫.૩૩ ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે અડધોઅડધ ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ હજુ માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે. 

Rain in Ajmer gave relief from heat | अजमेर में बरसात, गर्मी से मिली राहत:  दो दिन से बादल छाए और ठंडी हवा चली, मौसम में ठंडक - Ajmer News | Dainik  Bhaskar

અમદાવાદ જિલ્લામાં હજુ સુધી ૯.૩૫ ઈંચ સાથે સિઝનનો સરેરાશ ૩૫ ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી આ વખતે ૧૩.૪૫ ઈંચ સાથે ધંધુકામાં સૌથી વધુ અને વિરમગામમાં ૫.૨૦ ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *