રાહુલ ગાંધીએ કહ્યું કે જે રીતે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને તેની હત્યા કરવામાં આવી હતી, તેવી જ હાલત હાલ થઇ રહી છે. આવું જ હિન્દુસ્તાનના લોકો સાથે પણ આવું કરવામાં આવી રહ્યું છે.
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટ પરની ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં એક વાર પણ પેપર લીક વિશે કંઈ કહ્યું નથી. અગ્નિવીરોના પેન્શનને લઈને બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી ન હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે જે રીતે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને તેની હત્યા કરવામાં આવી હતી, તેવી જ હાલત હાલ થઇ રહી છે. આવું જ હિન્દુસ્તાનના લોકો સાથે પણ આવું કરવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ચક્રવ્યુહનું અન્ય એક સ્વરૂપ હોય છે પદ્મવ્યૂહ છે જે લોટસવ્યુમાં હોય છે જેને મોદીજી પોતાની છાતી પર લઇને ચાલે છે. આ વ્યૂહને મોદીજી, અમિત શાહજી, મોહન ભાગવતજી, અજીત ડોભાલજી, અંબાણીજી, અદાણી નિયંત્રિત કરી રહ્યા છે?. આ 21મી સદીમાં નવું ચક્રવ્યુહ રચવામાં આવ્યું.
બજેટમાં નાણામંત્રીએ મધ્યમ વર્ગ માટે કંઈ જ કર્યું નથી – રાહુલ ગાંધી
બજેટને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે બજેટમાં નાણામંત્રીએ મધ્યમ વર્ગ માટે કંઈ જ કર્યું નથી. તેમણે કહ્યું કે બજેટ પહેલા મધ્યમ વર્ગે વડાપ્રધાનને સપોર્ટ કરતા હતા. કોરોના દરમિયાન જ્યારે થાળી વગાડવાનું કહ્યું ત્યારે મિડલ ક્લાસ થાળી વગાડી હતી, તમે કહ્યું કે મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરી દો, મિડલ ક્લાસે ચાલુ કરી. બજેટમાં તમે મધ્યમ વર્ગના પીઠમાં અને છાતીમાં છરો ભોંક્યો. હવે શોર્ટ ટર્મ કેપિટલ ગેનને લઇને મિડલ ક્લાસની છાતીમાં છરો આવ્યો છે.
રાહુલ ગાંધીએ જ્યારે સદનમાં અદાણી અને અંબાણીનું નામ લીધું તો સ્પીકરે વિપક્ષના ઉપ નેતાના પત્રને ટાંકીને કહ્યું કે તમારા જ નેતા આને લઇને એક ચિઠ્ઠી આપી હતી કે જે લોકો સદનના સભ્ય નથી તેમના નામ સદનમાં લેવામાં ન આવે.
મને ખેડૂતો સાથે મુલાકાત કરવાની મંજૂરી ન હતી – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ગૃહમાં એમએસપી પર કાનૂની ગેરંટીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે મને ગૃહમાં ખેડૂતોને મળવાની મંજૂરી ન હતી. રાહુલ ગાંધીએ પૂછ્યું કે સરકારે બજેટમાં ખેડૂતો માટે શું કર્યું? ખેડુતો તમારી પાસેથી એમએસપીની કાનૂની ગેરંટીની માંગ કરી રહ્યા છે. તમે તેમને બોર્ડર પર રોકી રાખ્યા છે, ખેડૂતો મને મળવા અહીં આવવા માંગતા હતા. તેમને આવતા અટકાવવામાં આવ્યા હતા.
આના પર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને અટકાવતા કહ્યું કે તમે તેમને મળ્યા, તેનાથી સદનની મર્યાદાનું ઉલ્લંઘન થયું. સંસદમાં પત્રકારોને ગૃહના સભ્ય સિવાય બીજું કોઈ બાઈટ આપી શકે નહીં, પરંતુ એવું તમારી (રાહુલ ગાંધી) હાજરીમાં થયું. આના પર રાહુલ ગાંધીએ કહ્યુ કે મને આ વાતની જાણકારી ન હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સદનમાં ખેડૂતો માટે કાયદાકીય ગેરંટી પસાર કરીને દેખાડીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે અગ્નિવીરો વિશે પણ ખોટું બોલ્યું છે. શહીદના પરિવારને વળતર નહીં પરંતુ વીમાના પૈસા મળ્યા છે.
હલવા સેરેમનીનો ફોટ બતાવ્યો
રાહુલ ગાંધીએ લોકસભામાં બજેટના હલવા સમારોહનો ફોટો પણ બતાવ્યો હતો. આના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે ગૃહની અંદર કોઈ પણ પ્રકારનો ફોટો બતાવી શકાય નહીં. આ પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ફોટોમાં નાણામંત્રી સિવાય કોઇપણ ઓબીસી સભ્ય નથી અને દલિત પણ નથી. આ બજેટ માત્ર બે ટકા લોકોએ જ તૈયાર કર્યું છે. તેનો હલવો પણ ફક્ત માત્ર બે ટકા લોકોમાં જ વહેંચવામાં આવ્યો.