કેરલના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે લેન્ડસ્લાઈડ

વાયનાડમાં વરસાદ વચ્ચે એક દુર્ઘટના બની છે. અહીં ભૂસ્ખલન બાદ ૧૦૦થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે. ૧૬ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થિતિ એટલી ભયાનક છે કે વાયુસેનાને તમિલનાડુથી બે હેલિકોપ્ટર મોકલવા પડ્યા છે.

Heavy rain in landslide-prone zones in Wayanad, emergency systems on alert | Wayanad Rain Updates

કેરલના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે લેન્ડસ્લાઈડની ઘટના બની છે. જેમાં ૧૦૦થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. લોકોને બચાવવા માટે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનામાં ૨ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે.

India landslide: Dozens feared dead after flooding in Kerala

આજે વહેલી સવારે ૦૨:૦૦ વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું. આ પછી સવારે લગભગ ૦૪:૧૦ વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. માહિતી અનુસાર, ભૂસ્ખલનને કારણે ૧૦૦થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, અને તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Landslide kills 5 of family in Kerala's Idukki, all bodies recovered | Latest News India - Hindustan Times

ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા ૧૬ લોકોને વાયનાડના મેપ્પડીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.

Kerala Rains: 22 Killed in Landslide Due to Flood, Train Services Disrupted | India.com

સીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ભૂસ્ખલન અને  રસ્તા ઓં ને ધ્યાનમાં રાખીને, થમરાસેરી પાસથી આવશ્યક વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામને રસ્તો ફરી કાર્યરત બનાવવા માટે તૈયાર રહેવા જણાવાયું છે. જેથી અહીં ટ્રાફિક જામ ન થાય અને બચાવ સામગ્રી મુંડકાઈ સુધી પહોંચાડી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *