આમ આદમી પાર્ટી આજે જંતર-મંતર ખાતે રેલીનું આયોજન.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયતને લઈને આજે જંતર-મંતર ખાતે રેલી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP) અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ આ રેલીમાં ભાગ લેશે.
દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. INDIA ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ અને તેમના કાર્યકરો આજે એટલે કે મંગળવારે ૩૦ જુલાઈના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયતને લઈને જંતર-મંતર ખાતે રેલી કરશે. વિગતો મુજબ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ આ રેલીમાં ભાગ લેશે. આમ આદમી પાર્ટી ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે સોમવારે કહ્યું હતું કે, તિહાર જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત સારી નથી. તેમનું હેલ્થ ચેકઅપ પણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. આ તેમના સ્વાસ્થ્ય સાથે રમત છે.
આ તરફ આમ આદમી પાર્ટી બીજેપી પર સીએમ અરવિંદ કેજરીવાલની જેલમાં ‘હત્યાનું કાવતરું’ ઘડવાનો આરોપ લગાવી રહી છે. તેમના મેડિકલ રિપોર્ટને ટાંકીને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, ૩ જૂનથી ૭ જુલાઈની વચ્ચે તેમનું શુગર લેવલ ૩૪ વખત ઘટ્યું હતું.