ઘણા માતા-પિતા તેમના બાળકોને રાત્રે સુવાડવાનો પ્રયત્ન કરે છે તે ધ્યાનમાં લેતા, અહીં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ હેકને ક્લિયર કરતા એક્સપર્ટ શું કહે છે…
કેળા અનેક ગુણોથી ભરપૂર છે તેથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. છ મહિનાની ઉંમર પછી બાળકોને ઘણી વાર ડોક્ટર વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર કેળા ખાવાની ભલામણ કરે છે. પરંતુ શું કેળાનું સેવન નાના બાળકોને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે?
સ્લીપ કન્સલ્ટન્ટની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, વિજ્ઞાન દ્વારા સમર્થિત સૂવાના સમયની ટિપ્સ ‘બાળકોને સુવામાં નોંધપાત્ર રીતે મદદ કરી શકે છે.’ પોસ્ટને કેપ્શન આપ્યું છે કે, ‘કેળામાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્નાયુઓને આરામ આપવા અને મગજને પણ શાંત કરવામાં મદદ કરે છે, જેથી નાના બાળકને વધુ સારી ઊંઘ આવી શકે છે. આ ઉપરાંત તેમાં ટ્રિપ્ટોફન, એમિનો એસિડ હોય છે જે સેરોટોનિન અને પછી મેલાટોનિનમાં રૂપાંતરિત થાય છે, જે ઊંઘને નિયંત્રિત કરે છે. તેથી સુવાના સમયે બાળકોને ક્લોવીટી સ્લીપ માટે રાત્રે સુતા પહેલા રૂટિનમાં કેળું ખવડાવી શકાય છે,’
ઘણા માતા-પિતા તેમના બાળકોને રાત્રે સુવાડવાનો પ્રયત્ન કરે છે તે ધ્યાનમાં લેતા, અહીં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ હેકને ક્લિયર કરતા એક્સપર્ટ શું કહે છે, જાણો
નવી મુંબઈની મધરહુડ હોસ્પિટલના કન્સલ્ટન્ટ બાળરોગ નિષ્ણાત અને નિયોનેટોલોજિસ્ટ ડૉ સંજુ સિદારદ્દી કહે છે કે કેળામાં વિટામિન એ, વિટામિન સી, ફાઇબર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા વિટામિન્સ અને ખનિજો ભરપૂર હોય છે, તે તેના નરમ અને સરળતાથી પચવા માટેના ગુણોને કારણે બાળકોના ભોજનમાં ઉમેરવામાં આવે છે. ‘મેગ્નેશિયમ અને પોટેશિયમ સ્નાયુઓમાં આરામ અને ખેંચાણથી રાહતમાં મદદ કરે છે જે બદલામાં, સારી ઊંઘને પ્રોત્સાહન આપી શકે છે.’
એક્સપર્ટએ ઉમેર્યું કે, કેળા સેરોટોનિન અને મેલાટોનિનના પ્રોડકશનને પ્રોત્સાહન આપી શકે છે, જે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે અને ઊંઘમાં મદદ કરે છે. જો તમારું નાનું બાળકને રાત્રે સૂવામાં મુશ્કેલી અથવા ઊંઘ આવવાની સમસ્યા છે તો ઘરેલુ ઉપચારો અથવા તમારી ચિંતાઓ અંગે ડૉક્ટરની સલાહ લેવાનું વિચારો.’