ભારતનો સુપર ઓવરમાં વિજય.
શ્રીલંકા સામેની ત્રીજી ટી-૨૦માં ભારતે સુપર ઓવરમાં વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ સુપર ઓવરમાં ૨ રન બનાવ્યા હતા. જવાબમાં સૂર્યકુમાર યાદવે પ્રથમ બોલે ફોર ફટકારી ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે ભારતે ૩ મેચની શ્રેણીમાં શ્રીલંકાનો ૩-૦ થી વ્હાઇટવોશ કર્યો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી ટી ૨૦ મેચ ભારે રોમાંચ પછી ટાઇ પડી હતી. ભારતે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૭ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા ૨૦ ઓવરમાં ૮ વિકેટે૧૩૭ રન બનાવી શક્યું હતું. શ્રીલંકાને ૧૨ બોલમાં ૯ રનની જરૂર હતી અને ૬ વિકેટ બાકી હતી. જોકે રિંકુ સિંહ અને સૂર્યકુમાર યાદવની શાનદાર બોલિંગની મદદથી મેચ ટાઇ રહી હતી.
શ્રીલંકા ઇનિંગ્સ
-ભારત તરફથી બિશ્નોઇ, સુંદર, સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંગે ૨-૨ વિકેટ ઝડપી હતી.
-મહેશ તિક્ષાના પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના સૂર્યકુમારનો શિકાર બન્યો.
-કામિન્દુ મેન્ડિસ ૩ બોલમાં ૧ રન બનાવી સૂર્યકુમાર યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.
-રમેશ મેન્ડિસ ૬ બોલમાં ૩ રન બનાવી રિંકુ સિંહનો બીજો શિકાર બન્યો.
-કુશલ પરેરા ૩૪ બોલમાં ૫ ફોર સાથે ૪૬ રન બનાવી રિંકુ સિંહની ઓવરમાં આઉટ.
-અસલંકા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના સુંદરની ઓવરમાં આઉટ.
-હસરંગા ૪ બોલમાં ૩ રન બનાવી સુંદરની ઓવરમાં કેચ આઉટ થયો.
-કુશલ મેન્ડિસ ૪૧ બોલમાં ૩ ફોર સાથે ૪૩ રન બનાવી બિશ્નોઇની ઓવરમાં એલબી થયો.
-શ્રીલંકાએ ૧૪.૧ ઓવરમાં ૧૦૦ રન પુરા કર્યા.
-પથુમ નિસાન્કા ૨૭ બોલમાં ૫ ફોર સાથે ૨૬ રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં કેચ આઉટ થયો.
-શ્રીલંકાએ ૭.૨ ઓવરમાં ૫૦ રન પુરા કર્યા.
ભારત ઇનિંગ્સ
-શ્રીલંકા તરફથી મહેશ તિક્ષાનાએ સૌથી વધારે ૩ વિકેટ ઝડપી.
-રવિ બિશ્નોઇ ૮ બોલમાં ૧ ફોર સાથે ૮ રન બનાવી અણનમ રહ્યો.
-મોહમ્મદ સિરાજ ખાતું ખોલાયા વિના આઉટ.
-વોશિંગ્ટન સુંદર ૧૮ બોલમાં ૨ ફોર ૧ સિક્સર સાથે ૨૫ રન બનાવી મહેશ તિક્ષાનાની ઓવરમાં બોલ્ડ.
-રિયાન પરાગ ૧૮ બોલમાં ૧ ફોર ૨ સિક્સર સાથે ૨૬ રને હસરંગાનો શિકાર બન્યો.
-શુભમન ગિલ ૩૭ બોલમાં ૩ ફોર સાથે ૩૯ રન બનાવી હસરંગાની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતે ૧૪.૩ ઓવરમાં ૧૦૦ રન પુરા કર્યા.
-ભારતે ૮.૫ ઓવરમાં ૫૦ રન પુરા કર્યા.
-શિવમ દુબે ૧૪ બોલમાં ૧૩ રન બનાવી રમેશ મેન્ડિસની ઓવરમાં કેચ આઉટ થયો.
-સૂર્યકુમાર યાદવ ૯ બોલમાં ૧ ફોર સાથે ૮ રન બનાવી ફર્નાન્ડોનો શિકાર બન્યો.
-રિંકુ સિંહ ૨ બોલમાં ૧ રન બનાવી મહેશ તિક્ષાનાની ઓવરમાં કેચ આઉટ.
-સંજુ સેમસન ૪ બોલમાં ખાતું ખોલાયા વિના વિક્રમસિંઘેની ઓવરમાં કેચ આઉટ.
-યશસ્વી જયસ્વાલ ૯ બોલમાં ૨ ફોર સાથે ૧૦ રન બનાવી મહેશ તિક્ષાનાની ઓવરમાં એલબી આઉટ.
-ભારતની ટીમમાં ચાર ફેરફાર કરાયા છે. હાર્દિક પંડ્યા, ઋષભ પંત, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહને આરામ આપવામાં આવ્યો છે. પ્લેઇંગ ઇલેવનમાં સંજુ સેમસન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર અને ખલીલ અહમદનો સમાવેશ કરાયો છે.
-શ્રીલંકાના કેપ્ટન ચારિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે
ભારત : યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, શિવમ દુબે, રિયાન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ.
શ્રીલંકા : પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, ચરિથ અસલંકા(કેપ્ટન), ચામિન્દુ વિક્રમસિંઘે, વાનિન્દુ હસરાંગા, રમેશ મેન્ડિસ, મહેશ તિક્ષાના, મથીશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો.