અમદાવાદમાં ઇવીના શો રૂમમાં આગ લાગતાં બેટરીઓના ધડાકા

ઇવીના શો રૂમમાં આગ લાગતાં આસપાસની દુકાનો ખાલી કરાઈ.

અમદાવાદમાં ઇવીના શો રૂમમાં આગ લાગતાં બેટરીઓના ધડાકા, આસપાસની દુકાનો ખાલી  કરાઈ | fire in EV showroom in Ahmedabad Batteries explode - Gujarat Samachar

અવાર-નવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવ્યા છે. પરંતુ આજે અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રીક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગ લાગતાં શોરૂમમાં રહેલી બેટરીઓ ધડાધડ ફાટવા લાગી હતી. જેના લીધે શોરૂમના કાચ પણ તૂટી ગયા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આસપાસની દુકાનો ખાલી કરાવી હતી. 

A fire broke out in an EV showroom in Ahmedabad and the glass broke due to  the explosion of batteries, spreading fear among people | ધડાકા થતાં  આસપાસની દુકાનો ખાલી કરાવી: અમદાવાદમાં

ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેના લીધે કોઈ હાનજાનિ થઈ નથી પરંતુ શોરૂમમાં પડેલો સામાન બળીને ખાખ થતાં મોટું નુકસાન થયું છે. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે કોઈ અગમ્ય કારણોસર બેટરીમાં આગ લાગી હતી. જેના લીધે અન્ય બેટરીઓમાં બ્લાસ્ટ થતાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના લીધે ચારે તરફ ધુમાડાના ગોટેગોળા જોવા મળ્યા હતા. આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 

A fire broke out in an EV showroom in Ahmedabad and the glass broke due to  the explosion of batteries, spreading fear among people | ધડાકા થતાં  આસપાસની દુકાનો ખાલી કરાવી: અમદાવાદમાં

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *