સગર્ભાવસ્થા દરમિયાન તલવારબાજી જેવી લડાયક રમતોમાં જોડાવુંએ ગંભીર આરોગ્યને ગંભીર ચિંતાઓ ઉભી કરી શકે છે ?

પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪ ની અપડેટ્સ દિવસેને દિવસે રસપ્રદ બનતી જાય છે. જેમાંથી એક છે નિર્ણાયક અને અવિશ્વસનીય વાત છે જે ઈજિપ્તની ફેન્સર (તલવારબાજી) નાદા હાફેઝ વિશે છે જે સાત મહિનાની ગર્ભવતી હોવા છતાં સ્પર્ધામાં ભાગ લીધો. ૨૬ વર્ષીય એથ્લેટએ તેનો અનુભવ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. હાફેઝની હિંમત અને નિશ્ચય તેની ગર્ભાવસ્થા દરમિયાન આવા નિર્ણાયક તબક્કે સ્પર્ધા કરવી અત્યંત પ્રેરણાદાયક રહી છે. પરંતુ શું ગર્ભાવસ્થા દરમિયાન સ્પોર્ટ્સ સ્પર્ધામાં ભાગ લેવો સુરક્ષિત છે?
પોડિયમ પર બે ખેલાડીઓ તમને જે દેખાય છે, તે ખરેખર ત્રણ હતા! એમાં ‘હું , મારો સ્પર્ધક હતો અને મારુ આવનારું નાનું બાળક!’
તેણે લખ્યું ‘મારા બાળક અને મે પડકારોનો સામનો કર્યો હતો, તે શારીરિક અને ભાવનાત્મક બંને રીતે સામનો કર્યો હતો. સગર્ભાવસ્થાની જર્ની ખરેખર અઘરી છે. જીવન અને રમત-ગમતનું સંતુલન જાળવવા માટે લડવું એ બહાદુરીથી કમ ન હતું. જો કે તે મૂલ્યવાન છે. હું આ પોસ્ટ એ કહેવા માટે લખી રહી છું કે રાઉન્ડ ઓફ ૧૬માં મારું સ્થાન સુરક્ષિત કરવા બદલ મને મારા પર ગર્વ છે!
શું ગર્ભાવસ્થા દરમિયાન સ્પોર્ટ્સ સ્પર્ધામાં ભાગ લેવો સુરક્ષિત છે? એક્સપર્ટ શું કહે છે?
સગર્ભાવસ્થા દરમિયાન તલવારબાજી જેવી લડાયક રમતોમાં જોડાવુંએ ગંભીર આરોગ્યને ગંભીર ચિંતાઓ ઉભી કરી શકે છે, ‘મુખ્ય ચિંતાઓમાં પેટના આઘાતનો સમાવેશ થાય છે, જેના પરિણામે ખતરનાક આડઅસર થઈ શકે છે જેમ કે પ્લેસેન્ટલ અબડાશન, અકાળ ડિલિવરી અથવા ગર્ભને ઈજા થઇ શકે છે.
ઝડપી હલનચલન સાથે અથડામણની સંભાવના જોખમ વધારે છે. જો ગર્ભવતી સ્ત્રી તલવારબાજીઈ પ્રેક્ટિસ કરે છે તો કેટલીક મહત્વપૂર્ણ સલામતી અને સાવચેતી રાખવી જોઈએ. તેમના સ્વાસ્થ્ય અને સગર્ભાવસ્થાનું મૂલ્યાંકન કરવા માટે નિયમિત પ્રસૂતિ નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. જોખમ ઘટાડવા માટે તીવ્રતાનું લેવલ અને રણનીતિમાં ફેરફાર કરવો મહત્વપૂર્ણ છે.
માતા અને ગર્ભ બંનેના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા હેલ્ધી ડાયટનું પાલન કરવું અને પૂરતું પાણી પીવું મહત્વપૂર્ણ છે.કમ્ફર્ટેબલ અને રક્ષણાત્મક વસ્ત્રો પહેરવા, જેથી તેનો ઉપયોગ પેટની રક્ષા માટે થઇ શકે છે. દુખાવો, ચક્કર આવવા અથવા સંકોચનના કોઈપણ સંકેતો જણાય તો તરત ડોક્ટરની મુલાકાત લો. સગર્ભાવસ્થા દરમિયાન કેટલીક શારીરિક પ્રવૃત્તિઓ મદદરૂપ થઈ શકે છે, પરંતુ તલવારબાજી જેવી રમતો જોખમો સાબિત થઇ શકે છે. માતા અને બાળકની સલામતી માટે, સલામત વિકલ્પો વિશે વિચારવાની સલાહ આપવામાં આવે છે.