ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કુલ ૧૫૨ શંકાસ્પદ કેસ.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે ૬૫ મોત થયા છે. તેમજ કુલ ૧૫૧ શંકાસ્પદ કેસ નોંધાયા છે.
જેમાં સૌથી વધુ સાબરકાંઠા અને પંચમહાલમાં ૧૬ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં શંકાસ્પદ કેસ પૈકી ૫૭ કેસ હાલ પોઝિટિવ છે. ચાંદીપુરાના હોસ્પિટલમાં ૨૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
સૌથી વધુ પંચમહાલ અને સાબરકાંઠા ૧૬ કેસ
રાજ્યના ચાંદીપુરા વાયરસના સૌથી વધુ સાબરકાંઠા અને પંચમહાલમાં ૧૬-૧૬ નોંધાયા છે આ ઉપરાંત અરવલ્લી સાત, મહીસાગર ત્રણ, ખેડા સાત, મહેસાણા નવ, રાજકોટ પાંચ, સુરેન્દ્રનગર પાંચ, અમદાવાદ કોર્પોરેશન-૧૨, ગાંધીનગર-આઠ, જામનગર, મોરબીમાં છ-છ, ગાંધીનગર કોર્પોરેશન ત્રણ, છોટાઉદેપુર બે, દાહોદ ચાર, વડોદરા સાત, નર્મદા બે, બનાસકાંઠા છ, વડોદરા કોર્પોરેશન બે, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા એક-એક, રાજકોટ કોર્પોરેશન ચાર, કચ્છ પાંચ, સુરત કોર્પોરશન બે, ભરૂચ ચાર, અમદાવાદ બે તેમજ જામનગર કોર્પોરેશન, પોરબાંદર અને પાટણ, તેમજ ગીર સોમનાથમાં એક-એક શંકાસ્પદ કેસો નોંધાયા છે.
રાજ્યમાં કુલ ૪૭,૦૧૮ ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરાઈ
રાજ્ય આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ ૪૭,૦૧૮ ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે. રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગસ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું. વધુમાં વાહજજન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમા જણાવવામાં આવ્યું.