સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શનિવારે ૩ ઓગસ્ટના રોજ સવારના ૦૬:૦૦ થી રાતના ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ૨૨૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ફરી એક વખત મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરુ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શનિવારે ૩ ઓગસ્ટના રોજ સવારના ૦૬:૦૦ થી રાતના ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ૨૨૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કપરાડામાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીના ડોલવનમાં ૩.૫ ઇંચ વરસાદ વરસ્યો છે. શનિવારે ૧૯ તાલુકામાં ૨ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. કપરાડા ૧૦૪ મીમી, તાપીના ડોલવનમાં ૯૩ મીમી, વાંસદા ૮૮ મીમી, ધરમપુર ૮૭ મીમી, વઘઇ ૮૫ મીમી, ખેરગામ ૮૪ મીમી, ચીખલી ૭૫ મીમી, ડાંગ-આહવા ૬૮ મીમી, પારડી ૬૭ મીમી, વાલોદ ૬૬ મીમી, વલસાડ ૬૫ મીમી, વાપી ૬૦ મીમી, ગણદેવી ૫૮ મીમી, વિજયનગરમાં ૫૬, નવસારી ૫૪, શુબીર ૫૩, વ્યારા, વીરપુરમાં ૫૧ મીમી અને પાદરામાં ૫૦ મીમી વરસાદ વરસ્યો છે. આ તાલુકામાં ૨ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત ખેડબ્રહ્મા ૪૬, મહુવા ૪૩ મીમી, જલાલપોર ૪૩, દાંતા ૪૨, વડગામ, દસક્રોઇ ૩૮ મીમી, અમીરગઢ, ભાભર, દેહગામ, વડનગરમાં ૩૫ મીમી, થરાદ ૩૩ મીમી, દસક્રોઇ ૪૨ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય 202 તાલુકામાં ૧ થી લઇને ૪૧ મીમી સુધી વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદમાં દિવસભર ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. આ પછી મોડી સાંજે બોપલ, ધુમા, એસજી હાઇવે, બોડકદેવ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શનિવારે સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ ૨ કલાકમાં સૌથી વધારે વરસાદ મણિનગરમાં ૩૪.૫૦ મીમી, રામોલમાં ૩૫ મીમી, ઓઢવમાં ૩૪ મીમી, વટવામાં ૨૮ મીમી, ચકુડિયા વિસ્તારમાં ૩૦ મીમી વરસાદ નોંધાયો છે.
રવિવારને ૪ ઓગસ્ટે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ૪ ઓગસ્ટને રવિવારના રોજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.