ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના રાજકીય બ્યૂરો પ્રમુખ ઈસ્માઈલ હાનિયાની હત્યા પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાતચીત કરી નારાજગી વ્યક્ત કરી છે.
ટેલિફોનિક વાતચીતમાં બાઈડેને ગુસ્સે થઈને નેતન્યાહૂને કહ્યું કે, ‘તમે મારી સાથે બકવાસ કરવાનું બંધ કરો. મૂર્ખ ન બનાવશો, રાષ્ટ્રપતિને ઓછું ના આંકતા.’ બીજી બાજુ બેન્જિન નેતન્યાહૂએ સૂચન આપ્યું છે કે, ઈઝરાયલ હમાસ સાથે બંધકોના બદલે યુદ્ધ વિરામ સમાધાન પર વાતચીત કરવા આગળ વધી રહ્યું છે, અને ટૂંકસમયમાં પોતાનું એક પ્રતિનિધિમંડળ મોકલશે.
બાઈડેને નેતન્યાહૂને ઈરાનના હુમલા પર આકરી પ્રતિક્રિયા ન લેવા રહ્યું હતું. ઈરાન અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના માહોલનો લાભ લેતાં ઈઝરાયલ પર હુમલો કરી તેને ઉશ્કેરશે. પરંતુ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની રેસમાંથી બાઈડેન બહાર થઈ ગયા હોવાથી હવે તે પોતાને યોગ્ય લાગે તેવા પગલાં લઈ રહ્યા છે. અમેરિકાનો વર્ષોથી ઈઝરાયલે પૂર્ણ સમર્થન આપવાનો એજન્ડા છે. અમેરિકાએ મધ્યપૂર્વમાં પોતાના વિશાળ યુદ્ધ જહાજ તૈયાર કર્યા છે. તે ઈઝરાયલને સંપૂર્ણપણે સમર્થન આપવા સજ્જ છે.