હેલ્થ એક્સપર્ટ્સના મતે સવારે જાગ્યા બાદ એકથી દોઢ કલાકમાં કંઈક ખાવું જોઈએ તેમજ રાત્રે ઉંઘવાના ૩ થી ૪ કલાક પહેલા ભોજન કરવાથી પાચનક્રિયા સારી રહે છે અને શરીર તંદુરસ્ત બને છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે સમયસર આરોગ્યપ્રદ આહારનું સેવન કરવું જરૂરી છે. દિવસમાં ત્રણ વખત સમયસર હેલ્ધી ડાયટનું સેવન કરવું જરૂરી છે. દરેક સમયે કંઈપણ ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ તો થાય જ છે સાથે જ સ્થૂળતા પણ વધે છે. આપણે દિવસની શરૂઆત નાસ્તાથી કરીએ છીએ અને દિવસમાં ત્રણથી ચાર વખત ખાઈએ છીએ.
જો આપણો દિવસ સવારે ૦૬-૦૭:૦૦ વાગ્યે શરૂ થાય છે, તો આપણે પથારી માંથી ઉઠ્યા પછી એકથી દોઢ કલાકમાં કંઈક ખાવું જોઈએ. ત્યાર પછી થોડોક હળવો નાસ્તો જેમાં ફળનું સેવન કરવું વધુ સારું રહે છે. બપોરે ૦૧:૦૦ વાગ્ય આસપાસ લંચ કરો અને સાંજે ચાર વાગ્યે હળવો નાસ્તો કરો અને ૦૭:૦૦ વાગ્યે ડિનર કરો તો આપણું શરીર સ્વસ્થ રહેશે. હેલ્ધી ડાયટનું સેવન જેટલું જરૂરી છે, એટલું જ મહત્વ બે ડાયટ વચ્ચેના સમયનું પણ છે.
આપણા ભોજનનો સમય આપણા સંપૂર્ણ આરોગ્ય અને સુખાકારી પર નોંધપાત્ર અસર કરે છે. સમયસર તંદુરસ્ત આહારનું સેવન કરવાથી મેટાબોલિકને વેગ આપવામાં અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં મદદ મળે છે. જો તમે સમયસર ડિનર લો છો અને સમયસર સવારે નાસ્તો કરો છો, તો ઘણી સમસ્યા એક સાથે સામનો કરવામાં આવે છે. તમે જાણો છો કે સવારના નાસ્તા અને રાત્રિ ભોજન વચ્ચે ચોક્કસ અંતર રાખવું મહત્વપૂર્ણ છે.
કન્સલટન્ટ ડાયેટિશિયન અને ડાયાબિટીસ એજ્યુકેટર કનિકા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, બ્રેકફાસ્ટ થી લઇ ડિનર વચ્ચે ૧૨ થી ૧૪ કલાકનું અંતર હોવું જરૂરી છે. ૧૨ થી ૧૪ કલાકનું અંતર તમારી હેલ્થને ઘણી રીતે લાભ આપે છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ બ્રેકફાસ્ટથી લઇને ડિનર સુધીના ૧૨ થી ૧૪ કલાકનું અંતર સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે.

બ્રેકફાસ્ટ – ડિનર વચ્ચે ૧૨ થી ૧૪ કલાકનો સમય રાખવાના ફાયદા
હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે, જો તમે સવારના નાસ્તા અને રાતના ભોજન વચ્ચે ૧૨ થી ૧૪ કલાકનું અંતર રાખશો તો તમારું વજન કંટ્રોલ થશે અને શરીરને ઘણી રીતે ફાયદો થશે.
મેટાબોલિઝમ ઝડપી બનશે
બે ભોજન વચ્ચે ૧૨ થી ૧૪ કલાકનું અંતર રાખવાથી મેટાબોલિઝમને વેગ મળશે. ૧૨ થી ૧૪ કલાક સુધી ઉપવાસ કરવાથી ગ્લુકોઝ નિર્ભરતા ઘટે છે અને મેટાબોલિઝમ વધે છે. આ મેટાબોલિક ફેરફારો મેદસ્વીપણા અને ડાયાબિટીઝ જેવા ઘણા લાંબા રોગોનું જોખમ ઘટાડી શકે છે.
હૃદય તંદુરસ્ત બનશે
એક્સપર્ટ કનિકા મલ્હોત્રાના જણાવ્યા અનુસાર ડિનર અને બ્રેકફાસ્ટની વચ્ચે ૧૩ કલાકનું અંતર રાખવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે અને હાર્ટ હેલ્થમાં સુધારો થશે.
પાચનક્રિયા સુધરશે
જો તમે ડિનર અને મોર્નિંગ બ્રેકફાસ્ટની વચ્ચે ૧૨ કલાકનું અંતર રાખો છો તો તેની અસર તમારા પાચન પર પણ દેખાય છે. પાચનક્રિયાને પૂરતો સમય મળે છે અને ગેસ, એસિડિટી જેવી પાચન સમસ્યાઓથી બચાવે છે અને પોષકતત્વોના શોષણમાં સુધારો કરે છે.
બોડી ક્લોક સારી રહે છે
સર્કાડિયન રિધમ એટલે કે નેચલ બોડી ક્લોક સાથે તાલમેલ રાખી ભોજન કરવાથી હોર્મોન્સ ઈન્સ્યુલિન સંતુલિત રહે છે અને ચરબી ઝડપથી બર્ન કરવામાં મદદ મળે છે, છેવટે હેલ્થ સારી રહે છે.
ઊંઘની ગુણવત્તા સુધારશે
રાતે સમયસર ભોજન કરી લો. જો તમે રાત્રે ઊંઘવાના ૨ – ૩ કલાક પહેલા ભોજન કરો છો તો રાત્રે તમને આરામથી ઉંઘ આવે છે. તમને પાચન સંબંધિત કોઈ સમસ્યા થતી નથી.