ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો આદેશ

હવે ટુ-વ્હિલર પર પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાત

હવે ટુ-વ્હિલર પર પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાત,  ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો આદેશ 1 - image

રાજ્યમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશભરમાં દરરોજ હજારો લોકો રોડ અકસ્માતનો ભોગ બને છે. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાફિકના નિયમનું પાલન થતું ન હોવાના મુદ્દે કડક વલણ દાખવ્યું હતું. રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને આદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાત પણે કરાવવામાં આવે અને પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે. 

New Helmet rules in four city of Gujarat to implement son | અમદાવાદ સહિત  ચાર શહેરોમાં હેલ્મેટનો નવો કાયદો ક્યારથી અમલી બનશે ? કેવું હેલ્મેટ માન્ય  નહીં ગણાય, જાણો વિગત

ટ્રાફિકના નિયમોના પાલનના મુદ્દાને ગંભીરતાથી લેતાં હાઇકોર્ટે ટકરો કરી હતી કે હજુ લોકો હેલ્મેટ પહેરતા નથી, દ્રિચક્રી વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટ લઇને બેદરકારી રાખશો નહી, ફરજિયાત પાલન કરાવો. એટલું જ નહી પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કર્યો હતો. 

શું ટ્રાફિક પોલીસ તમારી ગાડીની ચાવી છીનવી શકે? જાણો પોલીસના અને તમારા  અધિકારો | When You Stopped By Traffic Police, Follow These Importent Tips  And Know Your Citizen Rights

વધુમાં ટકોર કરતાં કહ્યું હતું કે ૧૫ દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે.  રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ. અધિકારીઓ મનસ્વી વર્તશે તો ચલાવી લેવામાં નહી આવે. 

Gujarat High Court Implements Neutral Citations System

ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી થઈ શકે નહીં. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે. 

હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારમાં મરજીયાત, હાઇવે પર ફરજીયાત | Helmet law  compulsory on urban highways, in urban areas - Gujarat Samachar

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો અમલમાં મૂક્યો હતો. પરંતુ વાહનચાલકો વિવિધ બહાના બનાવીને હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે. 

ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 30થી વધુ પોલીસકર્મીઓને દંડ ફટકાર્યો |  gujarat gandhinagar traffic police penalty for police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *