જાપાનમાં ૭.૧ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૧ મપાઈ છે. ભૂકંપની સાથે સાથે સુનામીનું એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. ભૂકંપના આ આંચકા જાપાનના ક્યુશુ અને શિકોકુ ટાપુ પર અનુભવાયા હતા. તેની સાથે જ તટીય વિસ્તારો મિયાઝાકી, કોચી, ઈહિમે, કાગોશિમા અને આઈતામાં સુનામી અંગે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

જાપાનમાં 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, દરિયાકાંઠે સુનામીનું એલર્ટ જાહેર કરાયું, લોકો ફફડી ઊઠ્યાં 1 - image

માહિતી અનુસાર સ્થિતિ પર તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ક્યુશુમાં તો મિયાઝાકીમાં સમુદ્રમાં ૨૦ સે.મી. ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

7.1 magnitute earthquake hits Japan, Tsunami alert issued after 20 cm high  waves recorded

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *